NEET Mega Scam। શું NEET પરીક્ષા ફરીથી લેવાશે? ૧૦ રાજ્યોમાં પેપર લીકના સમાચારથી સુપ્રીમ કોર્ટ પણ ચોંકી, CBI ની તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા નામ!

NEET Mega Scam। નાસિકની પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયાનો ઘટસ્ફોટ; રાજસ્થાન SOGની તપાસમાં ભાજપ સાથે જોડાયેલા બે ભાઈઓની ધરપકડ, ૩૦ લાખમાં ખરીદ્યું હતું પેપર.

by Zalak Parikh
NEET Mega Scam। શું NEET પરીક્ષા ફરીથી લેવાશે? ૧૦ રાજ્યોમાં પેપર લીકના સમાચારથી સુપ્રીમ કોર્ટ પણ ચોંકી, CBI ની તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા નામ!

 

News Continuous Bureau | Mumbai

NEET Mega Scam। NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લઈને રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે NEET નું લીક થયેલું પેપર રાજસ્થાન સહિત દેશના ૧૦ રાજ્યોમાં વેચવામાં આવ્યું હતું. આ કૌભાંડના તાર નાસિકની પ્રિન્ટિંગ પ્રેસથી લઈને હરિયાણા અને રાજસ્થાનના કોચિંગ સેન્ટરો સુધી જોડાયેલા છે. SOG એ હવે આ આખો કેસ સીબીઆઈ (CBI) ને સોંપી દીધો છે.

પરીક્ષાના ૨-૩ અઠવાડિયા પહેલા જ પેપર માફિયાઓ પાસે હતું

SOG ના એડિશનલ ડાયરેક્ટર જનરલ ના જણાવ્યા અનુસાર, પેપર માફિયાઓ પાસે પરીક્ષાના બે થી ત્રણ અઠવાડિયા પહેલા જ પેપર પહોંચી ગયું હતું. તપાસમાં સામે આવ્યું છે કે નાસિકની પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયા બાદ તે ગુરુગ્રામના MBBS વિદ્યાર્થી યશ યાદવ પાસે પહોંચ્યું હતું. યશ યાદવે આ પેપર રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના લોકો અને એજન્ટોને લાખો રૂપિયામાં વેચ્યું હતું.

ભાજપ સાથે જોડાયેલા નેતાઓની સંડોવણી

આ કેસમાં જયપુરના જમવારામગઢના રહેવાસી બે ભાઈઓ ની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ભાજપ સાથે જોડાયેલા છે. તેમાનો એક ભાજપનો પૂર્વ જિલ્લા મંત્રી રહી ચૂક્યો છે. આ બંનેએ યશ યાદવ પાસેથી ૨૭ એપ્રિલે ૩૦ લાખ રૂપિયામાં પેપર ખરીદ્યું હતું. ત્યારબાદ તેમણે સીકર અને અન્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ૨ થી ૫ લાખ રૂપિયામાં ‘ગેસ પેપર’ કહીને આ પ્રશ્નપત્ર વેચ્યું હતું.

એક જ પરિવારના ૪ બાળકોની પસંદગી શંકાના દાયરામાં

તપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કેબંને ભાઈઓ ના પરિવારના ચાર બાળકોની ૨૦૨૪ માં જ NEET માં પસંદગી થઈ હતી. આ બાળકો અત્યારે જયપુર, સવાઈ માધૌપુર, મુંબઈ અને દૌસાની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે. એક જ પરિવારના ચાર બાળકો એકસાથે કેવી રીતે સફળ થયા તે અંગે CBI અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યું પેપર

SOG ના આઈજી એ જણાવ્યું કે આ મામલે અત્યાર સુધીમાં બે ડઝન લોકોની અટકાયત કરવામાં આવી છે અને ૪ લોકોની સત્તાવાર ધરપકડ થઈ છે. અંદાજે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા પહેલા જ પેપર પહોંચી ગયું હોવાની આશંકા છે. આ કૌભાંડમાં સીકરના કેટલાક કોચિંગ સંચાલકો અને કેરિયર કાઉન્સેલરની ભૂમિકા પણ તપાસ હેઠળ છે.

👉 આ સમાચાર વાચો:
Major Economic Shifts| મોંઘા થયા સોનાચાંદી અને દૂધ, જાણો છેલ્લા 96 કલાકમાં દેશના અર્થતંત્રમાં શું શું બદલાયું?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More