સ્વાસ્થ્ય મંત્રાલયએ નીટ પીજી પરીક્ષા 6 થી 8 અઠવાડિયા માટે કરી સ્થગિત, આ છે કારણ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022          

શુક્રવાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નીટ પીજી પરીક્ષા ને 6 થી 8 સપ્તાહ માટે ટાળી દીધી છે.

વિદ્યાર્થીઓના એક ગ્રૂપે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરીને પરીક્ષાને પાછી ઠેલવા માટે માંગ કરી હતી. એ પછી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઉપરોક્ત જાહેરાત કરાવમાં આવી છે.

પરીક્ષાની નવી તારીખો અંગે મંત્રાલય તેમજ રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડની સમિતિ 6 થી 8 સપ્તાહમાં નિર્ણય લેશે.

પિટિશનમાં વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે, જ્યાં સુધી ઈન્ટર્નશિપ પુરી ન થાય ત્યાં સુધી આ પરીક્ષા સ્થગિત કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા 12 માર્ચે થવાની હતી.

સુપ્રીમ કોર્ટે કોરોના મોતના આંકડા મામલે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, કહ્યું- વળતર ચૂકવીને તમે કોઈ ઉપકાર નથી કરતાં; સાથે જ કોર્ટે આપ્યા આ આદેશ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More