NEET UG 2026 ReExam Date। NEET UG પરીક્ષાની નવી તારીખ જાહેર હવે આ તારીખે લેવાશે એક્ઝામ, NTA એ બહાર પાડ્યું નોટિફિકેશન

NEET UG 2026 ReExam Date। NEET UG પરીક્ષાની નવી તારીખ જાહેર હવે આ તારીખે લેવાશે એક્ઝામ, NTA એ બહાર પાડ્યું નોટિફિકેશન
NEET UG 2026 ReExam Date। NEET UG પરીક્ષાની નવી તારીખ જાહેર હવે આ તારીખે લેવાશે એક્ઝામ, NTA એ બહાર પાડ્યું નોટિફિકેશન

 

News Continuous Bureau | Mumbai

NEET UG 2026 ReExam Date। મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ NEETUG ની તૈયારી કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEETUG ૨૦૨૬ ની ફરીથી પરીક્ષા યોજવા માટે નવી તારીખની જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ હવે આ પરીક્ષા ૨૧ જૂન ૨૦૨૬ (રવિવાર) ના રોજ દેશભરમાં ફરીથી આયોજિત કરવામાં આવશે.

પેપર લીક વિવાદ બાદ લેવાયો મોટો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, અગાઉ ૩ મેના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષાને પેપર લીક અને અન્ય ગેરરીતિઓના ગંભીર આરોપો બાદ રદ જાહેર કરવામાં આવી હતી. આ પેપર લીક કૌભાંડની તપાસ હાલમાં CBI દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં તાજેતરમાં જ પુણે અને અહિલ્યાનગરથી વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પેપર રદ થવાના આઘાતમાં ઉત્તર પ્રદેશના એક વિદ્યાર્થીએ આત્મહત્યા પણ કરી લીધી હતી, જેને પગલે દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો.

શિક્ષણ મંત્રીના નિવાસે યોજાઈ હાઈ-લેવલ બેઠક

નવી તારીખની જાહેરાત કરતા પહેલા ગુરુવારે મોડી સાંજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને એક હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશી, શાળા શિક્ષણ સચિવ સંજય કુમાર, NTA ના મહાનિદેશક અભિષેક સિંહ અને CBSE ના અધ્યક્ષ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પરીક્ષાને પારદર્શક અને સુરક્ષિત રીતે ફરીથી કેવી રીતે યોજવી તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

અફવાઓથી બચવા અને સત્તાવાર સંપર્ક માટે NTA ની અપીલ

NTA એ વિદ્યાર્થીઓ અને વાલીઓને સોશિયલ મીડિયા પર ચાલતી કોઈપણ અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માધ્યમો પર જ વિશ્વાસ કરવા અપીલ કરી છે. કોઈપણ પ્રકારની પૂછપરછ કે માહિતી માટે એજન્સીએ સત્તાવાર ઈ-મેઈલ આઈડી (neet-ug@nta.ac.in) અને હેલ્પલાઈન નંબર્સ (011-40759000, 011-69227700) જાહેર કર્યા છે, જેના પર સંપર્ક કરી શકાશે.

👉 આ સમાચાર વાચો:
Congress Attack PM Modi Fuel Price Hike। પેટ્રોલડીઝલના ભાવ વધારા પર વિપક્ષ લાલચોળ કોંગ્રેસે પીએમ મોદીને કહ્યા ‘મોંઘવારી મેન’, અખિલેશે કર્યો કટાક્ષ

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!