ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
નીટ પરીક્ષાની તારીખને બદલવાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની આ અરજીને ફગાવી દીધી છે. કોર્ટના આદેશ બાદ સ્પષ્ટ થઇ ગયુ છે કે નીટ પરીક્ષા હવે 12 સપ્ટેમ્બરે યોજાશે.
CBSE એક્ઝામમાં કમ્પાર્ટમેન્ટ લાવવાળા અને જેમણે ઈમ્પૂવમેન્ટ માટે અરજી કરી હતી, તે તમામ વિદ્યાર્થીઓની માંગ હતી કે નીટ પરીક્ષાની તારીખોમાં બદલાવ કરવામાં આવે.
કારણ કે નીટની પરીક્ષાના દિવસે જ CBSE ના તેમાં કેટલાક પેપર્સ છે, એટલેકે બન્ને તારીખ ક્લેશ થઈ રહી છે.
કોર્ટે તરફથી જસ્ટિસ ખાનવિલકરે વિદ્યાર્થીઓને ટેસ્ટિંગ એજન્સી અથવા પછી સક્ષમ અધિકારી સામે પોતાની વાત રાખવા કહ્યુ છે.
આ રીતે CBSE અને NEET પરીક્ષાઓની તારીખમાં ટકરાવને જોતા NEET EXAM ટાળવાની મુહિમને સુપ્રીમ કોર્ટમાં ઝટકો લાગ્યો છે.
મહત્વપૂર્ણ છે કે કંપાર્ટમેન્ટ પરીક્ષાને કારણે NEET પરીક્ષાના કાર્યક્રમને બદલવાનો આદેશ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે.