ભારતમાં રોજ કોરોના ના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
કોરોનાના સંક્રમણ રોકવા માટે કેટલાક મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત બીજા અમુક રાજ્યોએ બહારથી આવનારા લોકો માટે કોરોના નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ અનિવાર્ય કરાયો છે. આ રિપોર્ટ ૭૨ કલાકથી વધુ જૂનો ન હોવો જોઇએ.
આ ઉપરાંત મુંબઇમાં પણ બીએમસીએ શહેરના તમામ મોલમાં પ્રવેશતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કર્યો છે.