ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
10 જુલાઈ 2020
નેપાળમાં કેબલ ટેલિવિઝન નિર્માતાઓએ દૂરદર્શન સિવાય તમામ ભારતીય ન્યૂઝ ચેનલો બતાવવાનું બંધ કરી દીધુ છે, જો કે, આ પ્રતિબંધના સંદર્ભમાં કોઈ સત્તાવાર આદેશ આપવામાં આવ્યો નથી. એક ન્યૂઝ એજન્સીએ ત્યાંના લોકો સાથે વાત કર્યા મુજબ જાણવાં મળ્યું છે કે, નેપાળમાં ગઈ સાંજથી ભારતીય ચેનલોના સિગ્નલ બંધ કરી દેવાયા છે.
આ માટે નેપાળે પાયા વિહોણા આરોપ લગાવ્યા છે કે "ભારતીય ટીવી, નેપાળ સરકાર અને આપણા વડા પ્રધાન ઓલી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કરી રહ્યું છે જે બંધ થવુ જોઇએ" વધુ કહ્યું કે "તેઓ બધી મર્યાદાઓ ઓળંગી ગયા છે. ભારતીય મીડિયા દ્વારા નેપાળના સરકાર અને વડા પ્રધાન વિરુદ્ધ આવતા સમાચાર વાર્તા અને ટિપ્પણીઓ ખૂબ વાંધાજનક છે."
અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે કાઠમંડુ દ્વારા ભારતીય પ્રદેશોનો સમાવેશ કરીને નવો રાજકીય નકશો જારી કરવામાં આવ્યો છે, ત્યારથી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો તણાવ ભર્યા થયા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com