ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
10 જુન 2020
મંગળવારે નેપાળના ગૃહના પ્રતિનિધિઓએ દેશના રાજકીય નકશાને બદલવા માટે, બંધારણમાં સુધારણા બિલને સર્વાનુમતે મંજૂરી આપી હતી. બદલાયેલા નકશામાં કલાપાની, લિપુલેખ અને લિમ્પીયાધુરા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવશે,
આ વિશે નેપાળનું વિદેશ મંત્રાલય કહે છે કે “અમે ટૂંક સમયમાં ભારત સાથે સંવાદ શરૂ કરવાના છીએ. વાતચીત દ્વારા આ સમસ્યા હલ કરવામાં આવશે" જોકે “કાલીને સરહદ તરીકે સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ નથી. ઐતિહાસિક તથ્યોના આધારે અમે વાતચીત કરીશું. અમારી જમીન પર અમારો અધિકાર રહેશે.”
ઉલ્લેખનીય છે કે.. નેપાળના આ પ્રસ્તાવ પર ભારતે મહોર લગાવાની ચોખ્ખી ના પાડી દીધી છે,
જોકે, નેપાળના સંસદસભ્યો પાસે હજુ પણ સુધારણાની દરખાસ્ત મુકવા માટે 72 કલાક બાકી છે અને પ્રતિનિધિ ગૃહ દ્વારા મંજૂરીનો અર્થ એ નથી કે સુધારણા પ્રક્રિયા હજી પૂર્ણ થઈ ગઈ છે…