ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુલાઈ 2020
નેપાળનું રાજકીય સંકટ ઘેરાઇ રહ્યું છે. નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા પુષ્પકમલ દહલ 'પ્રચંડ' વડાપ્રધાન ઓલી ને મળ્યા વગર જ આગળ વધી ગયા હતા. જેને પગલે બંને વચ્ચેની તલ્ખીઓ ઉભરી આવી હતી. આના પરથી કયાસો લગાવાઈ રહ્યા છે કે નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી વિભાજન તરફ આગળ ધસી રહી છે..
બીજી બાજુ વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ રાજીનામું આપવાની ધરાર ના પાડી દીધી છે. કહેવાય છે કે પ્રચંડ અને ઓલી અને સહયોગી વચ્ચે ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી પરંતુ બંને વચ્ચે કોઈ સમજૂતી થઇ શકી ન હતી. હવે આગામી 6 જુલાઇ સુધી સ્થાયી સમિતિની બેઠક ટાળવામાં આવી છે. પ્રચંડ એ અગાઉ પણ અનેક વખત, સરકાર અને પાર્ટી વચ્ચે સમયનો અભાવ હોવાની ફરિયાદ કરી છે. તેઓ એનસીપી દ્વારા 'એક વ્યક્તિ એક પદ' પ્રણાલીને અનુસરવાની માંગ કરી રહ્યા છે. જયારે હાલના નેપાળના વડા પ્રધાન એક કરતાં વધુ વિભાગનો હવાલો પોતાની પાસે ધરાવે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com