ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુન 2020
ભારતને કનડી રહેલા નેપાળના પ્રધાનમંત્રી કે.પી.ઓલી વિરુદ્ધ હવે તેમની પાર્ટીની અંદરથી જ આવાજ ઉઠી રહ્યા છે. બે વાર નેપાળના પ્રધાન મંત્રી રહી ચૂકેલા પુષ્પકમલ દહલ પ્રચંડે મિટિંગમાં વડાપ્રધાનને બધાની વચ્ચે સંભળાવી દીધું હતું કે "મારી વિરુદ્ધ ખોટો પ્રચાર કરવાથી તમારું કાળ મોટું નથી થવાનું. આ સાથે જ તેમણે વર્તમાન સરકારની કામકાજની આલોચના કરી હતી". હકીકતમાં આ મીટીંગ નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીના 45 સૌથી મોટા નેતાઓ વચ્ચે સરકાર અને પાર્ટીના કામકાજ પર વિચારણા કરવા માટે આયોજીત કરાઇ હતી.
આ બેઠકમાં પ્રચંડે જણાવ્યું હતું કે સરકાર લોકોની અપેક્ષાઓ પ્રમાણે કામકાજ માં નિષ્ફળ ગઈ છે. તેમણે અધ્યક્ષ અને વડા પ્રધાન કેપી શર્મા ઓલી પર અદલાબદલ કરીને પાવર શેરિંગ કરારનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે "અમે પાર્ટીના એકીકરણ દરમિયાન એકબીજાની સરકારને એકબીજાના સહયોગથી ચલાવવા માટે સંમત થયા હતા, પરંતુ સરકારનું કામ જોયા પછી મને લાગે છે કે આમ કરીને મેં ભૂલ કરી છે". પ્રચંડે ઓલી પર પક્ષ કબજે કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
બીજી તરફ ઓલીએ સરકારનો બચાવ કરતાં કહ્યું કે દેશ હિતમાં જ વહીવટ કરવામાં આવી રહ્યો છે અને માત્ર તેમના જ પક્ષના નેતાઓ વિપક્ષની જેમ વર્તે છે. ઓલીએ પોતાના પક્ષે કરેલા કાર્યોની પણ તારીફ કરી કહ્યું કે "અમે તાજેતરમાં એક નવો રાજકીય અને વહીવટી નકશો બહાર પાડ્યો છે, જે એક ઐતિહાસિક કાર્ય છે" તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો પાર્ટીમાં ભાગલા પાડવાનું કાવતરું રચી રહ્યા છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com