ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ઓગસ્ટ 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ શનિવારે ટેલિફોનિક વાતચીત કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે, મે મહિનામાં હિમાલય રાષ્ટ્ર નેપાળ દ્વારા નવો રાજકીય નકશો બહાર પાડ્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો ભારે તાનાવપુર્ણ છે. એવા સમયે 15 ઓગસ્ટની સ્વતંત્રતાની શુભેચ્છા પાઠવવા નેપાળના વડાપ્રધાન ઓલીએ પીએમ મોદીને ફોન કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ એક પાડોશી હોવાને નાતે કોરોના નામના રોગચાળા સામેની લડતમાં નેપાળને તમામ મદદ ની ઓફર કરી હતી અને સાથે જ, બંને દેશોની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક કડીઓની પણ નેપાળને યાદ અપાવી હતી. સાથે જ પીએમ મોદીએ ઓલીને તેમના ટેલિફોન કોલ માટે આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 8 મેના રોજ ઉત્તરાખંડના ધારચુલા સાથે લીપુલેખ પાસને જોડતી 80 કિમી લાંબી વ્યૂહાત્મક રીતે નિર્ણાયક માર્ગનું ઉદ્ઘાટન કર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવી ગયો છે.
આ બાદ ચીનની ચઢામણીએ નેપાળે આ રસ્તાના ક્ષેત્રમાંથી પસાર થતો નવો નકશો બહાર પાડ્યો હતો. જેમાં લીપુલેખ, કલાપાની અને લિમ્પીયાધુરાને નેપાળ ના પ્રદેશો તરીકે દર્શાવ્યા હતાં. જોકે વડા પ્રધાન મોદી અને ઓલી વચ્ચેની વાતચીતમાં ભારત-નેપાળ સરહદને લઈ કોઈ વાતચીત થઈ કે નહીં એ જાણી શકાયું નથી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com