Site icon

ચીને નેપાળના ગળામાં ભરડો ઘાલ્યો, ચીની ભાષા ફરજીયાત કરાઈ, શિક્ષકોના પગાર ચીન ચુકવશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

15 જુન 2020

એક મીડિયા રિપોર્ટ અનુસાર,  ચીને શિક્ષકોના પગાર ચૂકવવાની ઓફર કર્યા પછી નેપાળની શાળાઓમાં મેન્ડરિન ભાષા ફરજીયાત કરવામાં આવી છે, સાંભળવામાં આવ્યા મુજબ હવે હિમાલયમાં આવેલાં આ રાષ્ટ્રની ઘણી ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચીની ભાષા શીખવાનું ફરજિયાત કરાયું છે. અને આમ વિદ્યાર્થીઓના બહાને ચીન પોતાના ભવિષ્ય ના પ્લાન ઘડી રહ્યું છે. થોડાં વર્ષોથી પાકિસ્તાન મા પણ મોટાપ્રમાણમાં ચીનની મેન્ડેરીન ભાષા ભણાવવા માં આવી રહી છે. અને ત્યાં ચીને મોટો પગપેસારો કર્યો છે એ સૌ કોઇ જાને છે. 

આ વાત એવા સમયે આવી છે જ્યારે નેપાળમાં ચીનની સંડોવણી વધી રહી છે, નેપાલ ભારતને એકદમ લાલોલગ અડીને આવેલું છે. બિહારની સરહદો એકદમ નેપાળને અડીને આવી છે. આથી સમજી શકાય એવી વાત છે કે ચીન ભારતને બધી બાજુ થી ઘેરવા માંગે છે.

 મોટાભાગે બેઇજિંગના મહત્વાકાંક્ષી બેલ્ટ અને આ વિસ્તાર નજીક બની રહેલા રોડ નો ભારતે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે, જેમાં અબજો ડોલરનો ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)નો સમાવેશ થાય છે. ચીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પણ પાયો નાખ્યો છે.. ચીનની ચઢામણી એ જ ભારત સરહદ નજીકના 3 વિસ્તારને ચીને પોતાના નકશામાં સામીલ કરી લીધા છે….

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલને મળ્યો નવો બંગલો, હવે આ લોકો હશે તેમના પડોશી
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Cyclone Shakti: ચક્રવાત ‘શક્તિ’ની અસર કયા વિસ્તારોમાં થશે, વાંચો તેના વિશે મુખ્ય બાબતો અહીં
Nirav Modi: ભાગેડુ નીરવ મોદીનો ખેલ ખતમ, ભારતની તપાસ એજન્સીઓ તેને દેશ વાપસી ને લઈને બનાવી આવી યોજના
Exit mobile version