ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 જુન 2020
નેપાળ 3 ક્ષેત્રોને પોતાના ગણાવ્યા બાદ હવે ભારતની ગોરખા રેજીમેન્ટ પર પણ રાજનીતિ શરૂ કરી છે. ગોરખા રેજીમેન્ટ, ભારતીય સેનાની સૌથી બહાદુર ટુકડી માનવામાં આવે છે. નેપાળમાં પ્રતિબંધિત સંગઠન 'કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ'ના નેતા વિપ્લવ એ કહ્યું કે ગોરખા સૈનિકોને નેપાળ સરકારે અહીં જ રોકી રાખવા જઈએ. ભારત જવાની પરવાનગી આપવી જોઈએ નહીં..
બીજી બાજુ દારચુલા જિલ્લામાં આવેલા સરહદી વિસ્તારોમાં એફ.એમ-રેડીયો સ્ટેશન પરથી નેપાળે ભારતીય વિસ્તારોની હવામાન ખાતાની માહિતી આપવા માંડી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ કાલાપાની, લિપુલેખ અને લીંબિયાધુરા ને પોતાના નકશામાં સમાંવ્યા બાદ હવે આ જિલ્લાઓ નું હવામાન પણ નેપાળના રેડીયો પરથી પ્રસારિત થઈ રહ્યું છે. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે એમના સિગ્નલ ભારતના સરહદી વિસ્તારમાં પકડાયા હતાં.
સૌ કોઈ જાણે છે એમ ના ઈશારે નેપાળ હવે ભારત સાથે ખુલ્લી દુશ્મની કરવા પર ઉતરી આવ્યું છે...
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com