ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ઇન્ટરનેટ બેન્કિંગમાં ઓટો ડેબિટ સિસ્ટમનો ઉપયોગ કરનારાઓ માટે ખાસ ખબર છે. તમારા બેંકના ખાતામાંથી દર મહિને ઈલેક્ટ્રીસીટી , ગેસનું બિલ કે વીમા પોલિસીના આપોઆપ ભરાતા હપ્તા હવે નહીં ભરાય. પહેલી ઓક્ટોબરથી ઓટો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટના નવા નિયમો લાગુ થશે.
જાણી લો શું છે નિયમો..
– ગ્રાહકના ખાતામાંથી, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ યુપીઆઈ, પે-ટીએમ, ફોનપે જેવા ડિજિટલ પેમેન્ટના હપ્તા કે બિલ બેન્ક ખાતામાંથી કપાતા પહેલાં હવે દર વખતે બેન્કે ગ્રાહકની મંજૂરી લેવી પડશે.
– ઓટો ડેબિટ સાથે જોડાયેલા નોટિફિકેશન તમારા એક્ટિવ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. તેથી ૧લી ઓક્ટોબર પહેલાં એક્ટિવ મોબાઇલ નંબર અપડેટ થવો જરૂરી છે.
આને કહેવાય નસીબ! પાળેલા શ્વાન માટે પ્લેનમાં સંપૂર્ણ બિઝનેસ કલાસનું બુકિંગ;જાણો વિગત
– નવા નિયમ મુજબ બેન્કો બિલ ચુકવણીની અંતિમ તારીખના ૫ દિવસ પહેલાં નોટિફિકેશન મોકલશે અને પેમેન્ટના ૨૪ કલાક પહેલાં રિમાઇન્ડર મોકલશે. સાથે પેમેન્ટની રકમ અને તારીખનો પણ ઉલ્લેખ હશે.
– ઓપ્ટ આઉટ કે પાર્ટ પે નો વિકલ્પ પણ હશે.
– ૫૦૦૦થી વધારે રકમ ચૂકવવાની હશે તો ગ્રાહકને ઓટીપી મળશે.