Site icon

New Delhi: મોદીના કાયમી ટીકાકાર દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદે મોદીની મદદ માંગી. કહ્યું મુસ્લીમ દેશો નથી કરી શક્યા હવે તમેજ કરી શકો છો આ કામ

New Delhi: પેલેસ્ટિનિયન મુદ્દો હાલ એવા સ્તરે પહોંચી ગયો છે. જ્યાં આ મુદ્દાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર, આરબ લીગ અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સંબંધિત ઠરાવો હેઠળ ઉકેલવાની જરૂર છે.

New Delhi Muslim countries failed to resolve the Israel-Palestine war.. Now only Prime Minister Modi can end this war ahmed bukhari

New Delhi Muslim countries failed to resolve the Israel-Palestine war.. Now only Prime Minister Modi can end this war ahmed bukhari

 News Continuous Bureau | Mumbai  

New Delhi: દિલ્હીની ( Delhi  ) જામા મસ્જિદના ( jama masjid ) શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ ( Ahmed Bukhari ) શુક્રવારે કહ્યું હતું કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષમાં ( Israel-Palestine conflict ) મુસ્લિમ દેશો ( Muslim countries ) તેમની જવાબદારીઓ નિભાવી શક્યા નથી. અહેમદ બુખારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ( Narendra Modi ) પણ આ મામલે વિનંતી કરી હતી કે તેઓ ઇઝરાયેલ પર રાજદ્વારી દબાણ ( diplomatic pressure ) લાવે અને યુદ્ધ ખતમ કરે. મિડીયા રિપોર્ટ અનુસાર આ યુદ્ધમાં (  Israel-Palestine War )  પહેલાથી જ 21,300 થી વધુ પેલેસ્ટિનિયનો ( Palestinians ) માર્યા ગયા છે, આ યુદ્ધે બીજી માનવતાવાદી કટોકટી સર્જી છે.

Join Our WhatsApp Community

બુખારીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘પેલેસ્ટિનિયન મુદ્દો હાલ એવા સ્તરે પહોંચી ગયો છે. જ્યાં આ મુદ્દાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર, આરબ લીગ અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સંબંધિત ઠરાવો હેઠળ ઉકેલવાની જરૂર છે.

મુસ્લિમ દેશો યુદ્ધ રોકવાના સંબંધમાં પોતાની જવાબદારીઓનું પાલન કરી રહ્યા નથી: બુખારી..

અહેમદ બુખારીએ વધુમાં કહ્યું હતું કે, ‘મુસ્લિમ દેશો યુદ્ધ રોકવાના સંબંધમાં પોતાની જવાબદારીઓનું પાલન કરી રહ્યા નથી અને જે પગલાં લેવા જોઈએ તે નથી લઈ રહ્યા નથી અને આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અંતે, હું આશા રાખું છું કે મારા ભારત દેશના વડા પ્રધાન આ યુદ્ધને સમાપ્ત કરવા માટે રાજદ્વારી દબાણ લાગુ કરશે અને ઇઝરાયેલના વડા પ્રધાન સાથેના તેમના અંગત સંબંધોના આધારે આ મુદ્દાઓને ઉકેલ વાવશે.

આ સમાચાર પણ વાંચો : Mohan Bhagwat: ભારત કે પછી ઇન્ડિયા? મોહન ભાગવતની દલીલ અને અપીલ. સંધનો નિર્ણય સ્પષ્ટ છે.

એક મિડીયા અહેવાલ અનુસાર, ભારતે આ મહિનાની શરૂઆતમાં યુએન જનરલ એસેમ્બલીમાં ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ તેમજ તમામ બંધકોની બિનશરતી મુક્તિની માંગ કરતા ડ્રાફ્ટ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરના રોજ હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો, આ હુમલામાં લડવૈયાઓએ લગભગ 1200 ઈઝરાયેલના લોકોને મારી નાખ્યા હતા. આ સિવાય 240 લોકોને પણ બંધક બનાવવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આમાંથી ઘણા બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ઘણા મૃતદેહો પણ મળી આવ્યા છે. આ યુદ્ધમાં ગાઝામાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે. એમ પ્રાપ્ત માહિતીમાં જાણવા મળ્યું હતું.

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Exit mobile version