ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
28 ઓગસ્ટ 2020
કોરોના મહામારીને પગલે 2 મહિના ડોમેસ્ટિક ફ્લાઈટો બંધ રહ્યા પછી સરકારે તે 25 મેથી ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. ત્યારે હવે ઉડ્ડયન મંત્રાલયે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા એટલે કે એસઓપીમાં ફેરફાર કર્યો છે. જે બાદ એરલાઇન કંપનીઓને ભોજન પીરસવાની મંજૂરી આપવામાં આવી છે. મુસાફરોને હવે પહેલાંની જેમ ફ્લાઇટ્સમાં હવાઈ મુસાફરી દરમિયાન પેકેજ્ડ ફૂડ, નાસ્તા અને પીણાં પીરસવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે એરલાઇન્સ હવે પ્રમાણભૂત નિયમો અનુસાર મર્યાદિત પીણા વિકલ્પોવાળા ગરમ ભોજનની સેવા કરી શકે છે. માસ્કને લઈને પણ કડક નિયમો ઘડાયા છે. મુસાફરી સમયે, હવે જો કોઈ મુસાફરો મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનો ઇનકાર કરે છે, તો તેનું નામ પણ એરલાઇન્સ દ્વારા નો ફ્લાય લિસ્ટમાં મુકી દેવામાં આવશે. એટલે કે તે યાત્રી પર અમુક સમય સુધી હવાઈ મુસાફરી કરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવશે.
ખાદ્યપદાર્થોની જાહેરાત સાથે, સરકારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ફ્લાઇટ મનોરંજનને પણ મંજૂરી આપી દીધી છે. સરકારે એરલાઇન્સને સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે ડિસ્પોઝેબલ ઇયરફોનનો ઉપયોગ કરવામાં આવે, અથવા મુસાફરોને સ્વચ્છ અને સેનિટાઇઝ કરાયેલ ઇયરફોન પૂરા પાડવામાં આવે. સાથે એરલાઇન્સને દરેક ઉડાન બાદ તમામ ટચપોઇન્ટ્સને સાફ કરી ડિસઈન્ફેક્ટ કરવાના રહેશે. જેથી યાત્રીઓની સુરક્ષાનું ધ્યાન રાખી શકાય. આ ઉપરાંત યાત્રા દરમિયાન દારુ અને એન્ટરટેન્મેન્ટ સિસ્ટમની પણ મંજૂરી આપવામાં આવી છે. સરકારે આ નિર્ણય તે એર લાઇન્સ કંપનીઓને ફાયદો થશે જે ઓછા ભાડામાં સેવાઓ આપી રહી છે. તેનાથી તેમને યાત્રીઓ પાસેથી વધારે પૈસા મળી શકશે. યાત્રીઓની સંખ્યામાં વધારો પણ જોવા મળી શકે છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com