ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર
સીમા સુરક્ષા દળ (BSF)ના પદાધિકારીઓ પાસે હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદોને શૅર કરનારા ત્રણ નવાં રાજ્ય એટલે કે આસામ, પશ્ચિમ બંગાળ અને પંજાબની અંદર 50 કિલોમીટરની સીમા સુધી ધરપકડ, તપાસ અને જપ્તી કરવાની શક્તિ વધારવામાં આવી છે.
ગૃહમંત્રાલયનો દાવો છે કે સીમાપારથી તાજેતરમાં ડ્રૉન તોડી પાડનારા સીમા સુરક્ષા દળ અધિકાર ક્ષેત્રમાં આ વિસ્તારને પ્રેરિત કર્યુ છે.
જોકે આ પગલું રાજ્યની સ્વાયત્તતા બાબતે ચર્ચાને તેજ કરી દીધી છે. પંજાબના મુખ્ય પ્રધાન પહેલા જ એનો વિરોધ કરી ચૂક્યા છે. ચરણજિત સિંહ ચન્નીએ કહ્યું હતું કે, “હું આંતરરાષ્ટ્રીય સરહદો સાથે જોડાયેલા 50 કિલોમીટરના દાયરામાં BSFને વધારાનો અધિકાર આપવાના સરકારના એક તરફી નિર્ણયની ટીકા કરું છું, જે સંઘવાદ પર સીધો હુમલો છે. હું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આ તર્કહીન નિર્ણયને તુરંત પરત લેવાનો આગ્રહ કરું છું.”
સીમા સુરક્ષા દળના એક સિનિયર અધિકારીએ કહ્યું, “જો અમારી પાસે કોઈ કેસમાં જાસૂસી જાણકારી છે તો અમારે સ્થાનિક પોલીસના જવાબની રાહ નહીં જોવી પડે અને હવે અમે સમય રહેતાં યોગ્ય કાર્યવાહી કરી શકીએ છીએ.’’
ગૃહ મંત્રાલયે ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સીમા સાથે ભારતીય ક્ષેત્રની અંદર 50 કિલોમીટરના ક્ષેત્રમાં રેડ અને ધરપકડને પરવાનગી આપી છે. પહેલા આ રેન્જ 15 કિલોમીટરની હતી. આ ઉપરાંત BSF નાગાલૅન્ડ, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર અને લદ્દાખમાં પણ તપાસ અને ધરપકડ કરી શકશે.
ગૃહ મંત્રાલયનો દાવો છે કે આ નિર્ણય 10 રાજ્ય અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી અવૈધ ગતિવિધિઓ પર અંકુશ લગાવવા માટે લેવામાં આવ્યો છે, પરંતુ આ પ્રશાસનિક અને રાજકીય મુદ્દાને પણ ઉઠાવી શકે છે. એક સિનિયર પોલીસ અધિકારીનો દાવો છે, આ રાજકીય રીતે સંવેદનશીલ પગલું છે. સીમા સુરક્ષા દળનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદોની રક્ષા કરવી અને ઘૂષણખોરીને રોકવાનો છે. તાજેતરની ઘટનાથી ખબર પડે છે કે એ આ નવી રેખાની રક્ષા કરવામાં સક્ષમ નથી.
તેમના અનુસાર જ્યારે તપાસ અને જપ્તી કરવામાં આવે છે તો એનાથી સ્થાનિક પોલીસ અને ગ્રામીણો સાથે પણ નિયમિત રીતે ટકરાવ થઈ શકે છે. તેમણે કહ્યું, તેમની પરિચાલન ડ્યૂટી સીમા ચોકીઓની આસપાસ છે, પરંતુ આ નવી શક્તિ સાથે એ કેટલાક રાજ્યના અધિકાર ક્ષેત્રમાં પણ સારી રીતે કામ કરશે.
ઉલ્લેખનીય છે કે આ સાથે જ ગુજરાતમાં સીમા સુરક્ષા દળના અધિકાર ક્ષેત્રને ઓછો કરી દેવામાં આવ્યો છે અને એક રૂપતા લાવવા માટે સીમાની સીમા 80 કિમીથી ઘટાડીને 50 કિમી કરી દેવામાં આવી છે, જ્યારે રાજસ્થાનમાં ત્રિજ્યા ક્ષેત્રને પહેલાંની જેમ 50 કિમી રાખવામાં આવી છે.