News Continuous Bureau | Mumbai
જો તમારી પાસે રાશન કાર્ડ(Ration card) છે તો આ ખબર તમારા માટે છે. સરકારે રાશન કાર્ડ માટેના નિયમોમાં(Rules) ફેરફાર કર્યો છે. કેટલીક સ્થિતિમાં હવે રાશન કાર્ડ ના આધારે સરકારી યોજનાના(Government scheme) લાભો ને સરેન્ડર કરવા પડશે. જો એવું ન કરવામાં આવ્યું તો તમારી પાસેથી વસૂલી કરવામાં આવી શકે અને તમારી સામે કાયદાકીય કાર્રવાઈ(Legal action) થશે શકે છે. કોરોના(Covid) દરમિયાન સરકારે ગરીબ પરિવારો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. સરકાર જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન આપી રહી હતી. અને આ વ્યવસ્થા હજુ પણ ચાલુ છે. પરંતુ સરકારને ધ્યાનમાં આવ્યું છે કે, અનેક રાશન કાર્ડ ધારકો તેનો ખોટી રીતે લાભ ઉઠાવી રહ્યા છે. જેથી જે લાયક હોય તેમને યોજનાનો લાભ નથી મળી રહ્યો. સરકારી નિયમ(Govt Rules) મુજબ જો કોઈની પાસે ૧૦૦ ચોરસ મીટરથી વધુનો પ્લોટ, ફ્લેટ કે મકાન, ફોર વ્હીલર અથવા ટ્રેક્ટર, ગામમાં બે લાખ અને શહેરમાં ત્રણ લાખથી વધુની પારિવારિક આવક હોય તો એવા લોકોએ પોતાનો મફત અનાજ મેળવવાનો લાભ તાલુકા કે ડીએસઓ(DSO) કાર્યાલયે સરેન્ડર કરવાનો રહેશે. જે કોઈ નિયમોનું ઉલ્લંઘન કરતું હશે તેવા લોકોની વિરુદ્ધમાં તપાસ બાદ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે..
આ સમાચાર પણ વાંચો : કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. સળંગ ચોથા દિવસે એક હજારથી વધુ કેસ નોંધાયા. જાણો કયા રાજ્યમાં કેસ વધી રહ્યા છે.જાણો વિગતે