ન્યૂઝ કન્ટિન્યુઝ બ્યુરો .
મુંબઈ. 3 એપ્રિલ 2021.
શનિવાર .
ડિરેક્ટોરેટ જનરલ સિવિલ એવિએશન (DGCA) એ એરપોર્ટ માં પ્રવેશ કરવા માટે એક કડક પ્રતિબંધ લાદ્યો છે.એ પ્રતિબંધ છે – નો માસ્ક નો એન્ટ્રી.

કોરોના ની વધતી મહામારી ને રોકવા હવે એરપોર્ટ અથોરિટી પણ સામે આવી છે .DGCA એ નક્કી કરેલા નવા નિયમ મુજબ જે કોઈ પ્રવાસી એરપોર્ટ પર પ્રવેશવા માંગતું હશે તેણે માસ્ક પહેરવું ફરજીયાત છે. જો તેણે વ્યવસ્થિત રીતે માસ્ક નહિ પેહર્યું હોય તો તેને એરપોર્ટ પર પ્રવેશ નહિ મળે. સાથે જ તેની હવાઈ યાત્રા પણ રોકી દેવામાં આવશે .આ ઉપરાંત વિમાન માં બેઠા પછી તે ઉતરે ત્યાં સુધી જો એક વારપણ માસ્ક ઉતાર્યું હશે તેવા પ્રવાસી નું નામ નો ફ્લાય લિસ્ટ માં નોંધવામાં આવશે .
DGCA એ બધાજ એરપોર્ટ અધિકારીઓ ને આ નિયમ નું કડક રીતે પાલન કરવાનો નિર્દેશ કર્યો છે. જો નિયમ નું ઉલ્લંઘન થાય તો તેની વિરુદ્ધ કારવાઈ કરવાનું સૂચન પણ કર્યું છે. માસ્ક ના પેહર્યા હોય તેવી વ્યક્તિ ઉપર નજર રાખવા એરપોર્ટ પર ઠેક ઠેકાણે ચેક પોસ્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.