ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧
ગુરુવાર
જે વાતનો ડર હતો તે જ થવા જઈ રહ્યું છે. કોરોના ના એક સ્વરૂપથી માંડ છૂટકારો મળ્યો હતો ત્યાં જ તેનું નવું સ્વરૂપ હવે સામે આવી રહ્યું છે. કોરોના આ નવું સ્વરૂપ શરીરમાં મોજુદ એન્ટીબોડી ને ઝડપથી ઓછા કરી નાખે છે. આ વાયરસ કેટલો ખતરનાક છે કે તે ઓછી ઝડપથી ફેલાય છે પરંતુ તેની ઘાતક ક્ષમતા વધુ છે. આગામી સમયમાં કોરોના ના નવા સ્વરૂપને કારણે ત્રીજી લહેર આવી શકે છે.
મહારાષ્ટ્રમાં ગત ૨૪ કલાકમાં આ વેરિયન્ટ ધરાવતા દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થયો છે. કેન્દ્ર સરકારે આ સંદર્ભે ગાઇડલાઇન જાહેર કરી દીધી છે.
