ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ઓગસ્ટ 2020
ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી ફેલાયું છે. જેને કારણે ચૂંટણીઓ હાલ પૂરતી ટાળી પડી છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસીડા આર્ડનએ આની જાહેરાત કરી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું કે, ગયા સપ્તાહે ઓકલેન્ડમાં કોરોના કેસો ફરી જોવા મળ્યા હતા. જેને કારણે ચુનાવ પ્રચાર હાલ ટાળવામાં આવ્યો છે.
જેસીડાયે ચુનાવ આયોગ અને બીજી પાર્ટીઓના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ચૂંટણી ની તારીખ ચાર સપ્તાહ આગળ વધારવાની જાહેરાત કરી છે. હવે ચૂંટણીઓ આગામી 17 ઓક્ટોબરે થશે. ન્યૂઝીલેન્ડમાં સામાન્ય ચૂંટણી માટે પહેલા 19 સપ્ટેમ્બરે મતદાન નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઇને ગઇ 6 ઓગસ્ટે સંસદનો પણ ભંગ કરી દેવામાં આવ્યો હતો. કારણ કે ચૂંટણી પહેલા સંસદ ભંગ કરવી જરૂરી છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિકાએ કહ્યું કે "અમને વિશ્વાસ છે કે જલ્દીથી જ કોરોનાના સંક્રમણ પર કાબુ મેળવી લેવાશે. જેથી બીજીવાર દેશમાં ચૂંટણીની તારીખો બદલવી ન પડે."
નોંધનીય છે કે ફરી કોરોનાનું સંક્રમણ ફેલાયું એ પહેલા ન્યુઝિલેન્ડમાં તમામ પ્રકારના પ્રતિબંધો હટાવી લેવાયા હતાં. 102 દિવસ સુધી કોઈપણ ચેપ લાગવાના ડર વિના, રેસ્ટોરન્ટ્સ, રમતગમત સ્ટેડિયમ અને શાળાઓમાં જતા મોટાભાગના લોકોનું જીવન સામાન્ય થઈ ગયું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com