ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
8 જુન 2020
ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 17 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, આથી આજ રાતથી ત્યાં તમામ પ્રતિબંધો હટી જશે.
ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસની નાબુદી બાદ આજે અડધી રાતથી લૉકડાઉન સંપૂર્ણ રીતે હટાવી લેવાશે. સોમવારે ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસના છેલ્લા એક્ટિવ દર્દીને ડિસ્ચાર્જ કર્યા બાદ હવે અધિકારીઓએ આ નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ ના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા 17 દિવસમાં કોરોના વાયરસનો એકપણ કેસ સામે આવ્યો નથી. એક મહિલા છેલ્લી કોરોના વાયરસની દર્દી હતી પરંતુ તેમાં પણ છેલ્લા 48 કલાકમાં કોઈ પણ લક્ષણ સામે આવ્યા નથી.
ન્યૂઝીલેન્ડ ના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડેને જાહેરાત કરી છે કે તેમનો દેશ હવે લેવલ-1 એલર્ટથી આગળ વધશે. આથી સોમવારે અડધી રાતથી, અગાઉ લાગુ કરાયેલા તમામ પ્રતિબંધો દૂર થઈ જશે. અને હવે જો ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસનો એકપણ મામલો સામે ન આવે તો આગામી સપ્તાહે દેશને કોરોના વાયરસથી મુક્ત જાહેર કરી દેવાશે. આશરે 50 લખની વસ્તી વાળા આ દેશમાં કુલ 1504 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને 22 લોકોના મૃત્યુ થયા છે…