ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 જુન 2020
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO એ ચેતવણી આપી છે કે આગામી 15 દિવસ કોરોના સંક્રમણ ને લઈને ખૂબ અગત્યના છે. વધુમાં કહ્યું કે એશિયા, દક્ષિણ અમેરિકા, મિડલ ઇસ્ટના દેશોમાં કોરોનાનું સંક્રમણ આગામી 15 દિવસ ચાલુ જ રહેશે. એનો અર્થ એ થયો કે હજુ પંદર દિવસ સુધી કોરોના ના બેક્ટેરિયા યથાવત રહેશે.
આ સાથે જ જયાંથી કોરોનાનો ફેલાવો શરૂ થયો છે એ ચાઇના ને પણ WHO એ તાકીદ કરી છે કે બીજિંગમાં બીજા રાઉન્ડમાં કોરોનાના નવા કેસ ઉભરી આવ્યા છે જે એક ગંભીર બાબત છે. જેના પર ચીને તાત્કાલિક રોક લગાવવાની જરૂર છે. કેસ નાબૂદ થયાના 50 દિવસ બાદ બીજિંગમાં ફરી ક્લસ્ટર મળી આવવા એ માનવજાતિ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
દુનિયામાં હાલ કોરોના ના જેટલા કેસ છે એ માત્ર 10 દેશોમાં થી આવ્યા છે, જેમાં બ્રાઝિલ, અમેરિકા સહિત પાકિસ્તાન અને ભારતનો પણ સમાવેશ થાય છે. WHO ના જણાવ્યા મુજબ આફ્રિકામાં આ મહામારીએ સ્પીડ પકડી છે. અંતમાં પ્રમુખ નું કહેવું હતું કે જ્યાં સુધી કોરોના વાઇરસની રસી ન મળે ત્યાં સુધી આપણે સંભાવનાઓ વચ્ચે જ જીવવું પડશે. આથી હંમેશા સજાગ રહેવું પડશે….