News Continuous Bureau | Mumbai
NHAI Toll : ટોલ પ્લાઝા પર યુઝર ફી કલેક્શનને મજબૂત અને સ્થાપિત કરવા માટેનાં અભૂતપૂર્વ પગલામાં, એનએચએઆઈએ ટોલ પ્લાઝા પર ફી કલેક્શનમાં અનિયમિત પ્રવૃત્તિઓ માટે 14 વપરાશકર્તા ફી વસૂલાત એજન્સીઓને પ્રતિબંધિત કરી છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના અત્રૈલા શિવ ગુલામ ટોલ પ્લાઝા પર યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. એફઆઈઆરના આધારે એનએચએઆઈએ ત્વરિત કાર્યવાહી કરી હતી અને ડિફોલ્ટર એજન્સીઓને ‘કારણદર્શક નોટિસ’ આપી હતી.
ફી વસૂલાત એજન્સીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબો સંતોષકારક હોવાનું જણાયું નથી. તેથી કરારની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ એજન્સીઓને બે વર્ષના સમયગાળા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે. ડિફોલ્ટર એજન્સીઓની રૂ. 100 કરોડથી વધુની ‘પરફોર્મન્સ સિક્યોરિટીઝ’ જપ્ત કરવામાં આવી છે અને કરારના ભંગ બદલ તેને એન્કેશ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Samruddhi Highway Toll Rates hike : મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઇવે પર મુસાફરી થશે મોંઘી, 1 એપ્રિલથી નવા ટોલ દર લાગુ થશે, જાણો નવા દરો.
પ્રતિબંધિત એજન્સીઓ દ્વારા સંચાલિત ટોલ પ્લાઝાના અવિરત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે, એનએચએઆઈ ડિફોલ્ટર એજન્સીઓનાં ટોલ પ્લાઝાને એક નવી એજન્સીને સોંપવા માટે જાણ કરશે, જેની નિમણૂક ઓથોરિટી દ્વારા કરવામાં આવશે.
એનએચએઆઈ હાઇવેની કામગીરીમાં ઉચ્ચતમ ધોરણોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ ક્ષતિઓને શૂન્ય સહિષ્ણુતા સાથે કાર્યવાહી કરવામાં આવશે. ડિફોલ્ટરો સામે પગલાં લેવામાં આવશે. તેમજ તેમને આકરા દંડ સાથે એનએચએઆઈના પ્રોજેક્ટ્સમાંથી બાકાત રાખવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.