News Continuous Bureau | Mumbai
અંડરવર્લ્ડ ડોન(Underworld Don ) દાઉદ ઈબ્રાહિમ(Dawood Ibrahim) આતંકવાદી સંગઠનો(Terrorist Organizations) સાથે મળીને ભારતમાં ખંડણી(extortion) સહિતના ગુનાઓને અંજામ આપવા માટે ફરીથી ગેંગના સભ્યોને સક્રીય કરી રહ્યો છે.
દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીએ(Indian Security Agency) દાઉદ ઈબ્રાહિમ સહિતના ડી-ગેંગના સભ્યો(D-Gang members) સામે ઈનામની જાહેરાત કરી છે.
તપાસ એજન્સીએ(Investigating agency) અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખ રૂપિયા અને છોટા શકીલ(Chota Shakeel) પર 20 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.
આ ઉપરાંત ટાઈગર મેમણ(Tiger Memon), અનીસ ઈબ્રાહિમ (Anees Ibrahim) અને જાવેદ ચિકના પર 15 લાખ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1993માં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટનો (serial blasts) દાઉદ ઈબ્રાહિમ મુખ્ય આરોપી છે.
આ સમાચાર પણ વાંચો : આખરે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇને રોકડું પરખાવી દીધું- કહ્યું- આતો દુકાન છે- કર્મચારીઓ માટે આ કામ કરો