ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે એટલે એન્ટીલિયા બહાર જપ્ત થયેલી વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મામલે NIAએ વધુ બે લોકોની ધરપકડ કરી છે.
મુંબઇના મલાડના કુરાર ગામમાંથી પકડાયેલા આ લોકો પર ધરપકડ પૂર્વ API સચિન વઝે સુધી જિલેટિનની લાકડી પહોચાડવાનો આરોપ છે.
ધરપકડ કરાયેલા બે આરોપીઓને મંગળવારે સ્થાનિક NIA કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.કોર્ટે તેમણે 21 જૂન સુધી NIAની કસ્ટડીમાં મોકલી દીધા છે.
NIA સુત્રોની માનીએ તો મનસુખ હિરેનની હત્યામાં પણ આ લોકોનો હાથ હોવાનો શક છે. જોકે, હજુ સુધી કોઇ પણ ઓફિશિયલ નિવેદન સામે આવ્યુ નથી.
ઉલ્લેખનીય છે કે સ્કોર્પિયો વિસ્ફોટક જપ્ત મામલે NIAની આ સાતમી ધરપકડ છે. આ પહેલા સચિન વઝે, રિયાજ કાઝી, પૂર્વ ઇંસ્પેક્ટર સુનીલ માને, પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ બુકી નરેશ ગોરેની ધરપકડ કરી છે.
રેપ કેસમાં ફસાયેલા પર્લ વી પૂરીને મળી મોટી રાહત; જાણો વિગત