302
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
કાશ્મીરમાં આતંકવાદીઓએ પોતાની નવી ટાર્ગેટ કિલિંગ થીયરી અપનાવી છે, જેના લીધે અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં અનેક નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી છે.
આ મામલે કેન્દ્ર સરકારએ એક રણનીતિ બનાવી છે. કાશ્મીરમાં થયેલી હત્યાની તપાસ એનઆઇએ એટલે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી કરશે.
સમગ્ર મામલાથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગેનો આદેશ જારી કરી શકાય છે.
જમ્મુ -કાશ્મીરની સરકાર અને કેન્દ્ર માને છે કે તાજેતરના ભૂતકાળમાં નાગરિકો પર વધેલા હુમલાઓ એક મોટા ષડયંત્રનો ભાગ છે.
આ ઘટનાઓમાં પાકિસ્તાન સમર્થિત ધ રેઝિસ્ટન્સ ફોર્સ અને અન્ય આતંકવાદી સંગઠનોનો હાથ સામે આવ્યો છે.
હવે મોબાઇલ વેન પર મળી રહી છે વેક્સિન, અંધેરી અને દાદરમાં ચાલી રહી છે ટ્રાયલ; જાણો વિગત
You Might Be Interested In