Site icon

  NIA Raids: આતંકી ષડયંત્ર મુદ્દે NIAની મોટી કાર્યવાહી, કર્ણાટક-મહારાષ્ટ્રમાં 44 સ્થળો પર દરોડા, આટલા લોકોની ધરપકડ.. 

 NIA Raids: NIA એ સ્થાનિક પોલીસની મદદથી રાજ્યની આતંકવાદ વિરોધી (NIA raid) ટીમે આજે સવારથી થાણે જિલ્લાના મીરા ભાયંદર, પડઘા બોરીવલી, શાહપુર અને કલ્યાણમાં મોટા પાયે દરોડા પાડ્યા છે.  

Nia Raid 44 Locations Isis Conspiracy Case 13 Arrested

Nia Raid 44 Locations Isis Conspiracy Case 13 Arrested

News Continuous Bureau | Mumbai

 NIA Raids: ISIS પુણે મોડ્યુલ કેસમાં, NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એ આજે (9 ડિસેમ્બર) પડઘા બોરીવલી  (Borivali) , શાહાપુર, કલ્યાણ (Kalyan), પુણે અને ભિવંડી (Bhiwandi) તાલુકાના કુલ 44 સ્થળોએ મોટા પાયે દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આ દરોડા દરમિયાન NIA દ્વારા કુખ્યાત આતંકવાદી સાકિબ નાચન સહિત 15 લોકોની અટકાયત (Arrest) કરવામાં આવી છે અને તેમના ઘરમાંથી ઈસ્લામિક અને અરબી ભાષાની સામગ્રી જપ્ત કરવામાં આવી છે NIAનું આ દેશનું સૌથી મોટું ઓપરેશન માનવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Community

NIA એ સ્થાનિક પોલીસની મદદથી રાજ્યની આતંકવાદ વિરોધી (NIA raid) ટીમે આજે સવારથી થાણે જિલ્લાના મીરા ભાયંદર, પડઘા બોરીવલી, શાહપુર અને કલ્યાણમાં મોટા પાયે દરોડા પાડ્યા છે. NIA દ્વારા દરોડા દરમિયાન પડઘા અને બોરીવલી ગામનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે. સુરક્ષા માટે 500 સ્થાનિક પોલીસની ટીમ ગામની બહાર તૈનાત કરવામાં આવી છે.

એટીએસ, એનઆઈએ દ્વારા ચાલુ દરોડા દરમિયાન, સ્થાનિક નાગરિકોએ પ્રથમ વિરોધ દર્શાવ્યો હતો, સ્થાનિક સૂત્રોએ માહિતી આપી હતી કે મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓએ પોલીસની કામગીરીમાં અવરોધ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Plum cake : ક્રિસમસના દિવસે બનાવો ટ્રેડિશનલ પ્લમ કેક, સરળ છે રેસિપી, ફટાફટ નોંધી લો..

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ ઓપરેશન દરમિયાન પડઘા બોરીવલી, શાહપુર અને કલ્યાણના કુખ્યાત આતંકવાદીઓ સાકિબ નાચન સાથે મુંબઈમાં 2003ના બોમ્બ વિસ્ફોટના આરોપી હસીબ મુલ્લા, મુસાબ મુલ્લા, રેહાન સુસે, ફરહાન સુસે, ફિરોઝ કુવાર, આદિલ ખોત, મુખ્લીસ નાચન, સૈફ અતીક નાચન, યાહ્યા ખોત, રાફેલ નાચન, રાઝલ નાચન, શકુબ દિવકર, કાસિફ બેલ્લારે અને મુંધિર કેપની અટકાયત કરવામાં આવી હતી અને તેમના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને આતંકવાદી સંગઠન ISIS સાથે સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને મહત્વપૂર્ણ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા હતા.

દરોડા દરમિયાન, NIAએ આતંકવાદીઓના આંતરરાષ્ટ્રીય જોડાણો અને વિદેશી-આધારિત ISIS હેન્ડલર્સની સંડોવણી સાથેના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. NIAની તપાસમાં ભારતમાં ISISની આતંકવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ લોકોનું એક જટિલ નેટવર્ક બહાર આવ્યું છે. નેટવર્કે ISISના સ્વ-ઘોષિત ખલીફા (નેતા) પ્રત્યે વફાદારીનું વચન આપ્યું હતું અને તે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs)નું પણ ઉત્પાદન કરી રહ્યું હતું. માહિતી સામે આવી રહી છે કે આ આતંકવાદી સંગઠનનો ઉદ્દેશ્ય ભારતીય ધરતી પર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો હતો.

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version