News Continuous Bureau | Mumbai
Delhi: એજન્સીઓ પાસે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર દિલ્હી જઈ રહેલી શંભુ બોર્ડર ( Shambhu border ) પર હવે નિહંગ સાધુઓનું ( Nihang Sadhus ) આગમન શરૂ થઈ ગયું છે. તેઓ ઘોડા પર બેસીને હથિયાર સાથે અહીં પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત કિસાન આંદોલન ( Farmers protest ) દરમિયાન સાધુઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. પોલીસ સાથે લડવા માટે તેમજ લોકોને ઉશ્કેરવા માટે તેમનો ઉપયોગ કરાયો હતો.
આ ઉપરાંત પંજાબમાં ( Punjab ) અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ ( Internet services ) બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ખેડૂત આંદોલનને એક અઠવાડિયું પતી ગયું છે અને સરકાર સાથે વાટાઘાટો સંપૂર્ણ રીતે સફળ રહી નથી.
આ સમાચાર પણ વાંચો : Riteish deshmukh: ભરી સભામાં પિતા વિલાસરાવ દેશમુખ ને યાદ કરી ખૂબ રડ્યો રિતેશ દેશમુખ, અભિનેતા એ માન્યો આ વ્યક્તિ નો આભાર
કેટલાક લોકોને એવું માનવું છે કે સાધુઓની હાજરીને કારણે બોર્ડર પર એક અલગ માહોલ સર્જાયો છે. આ ઉપરાંત ખેડૂતો દિલ્હી કૂચ ( Delhi Chalo ) કરવા મક્કમ હોવાને કારણે સાધુઓનો સહારો લઈ રહ્યા છે.