ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 ઓગસ્ટ 2020
ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયા લઇ જનાર ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીની કસ્ટડી 27 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં આરોપી નીરવને વીડિયો કોન્ફરન્સ દ્વારા યુકેની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે માર્ચ મહિનામાં ધરપકડ થયા બાદ 49 વર્ષીય હીરા ઉદ્યોગપતિ દક્ષિણ-પશ્ચિમ લંડનની જેલમાં બંધ છે.
નીરવના પ્રત્યાર્પણના કેસના પહેલા તબક્કાની સુનાવણી મે મહિનામાં ડિસ્ટ્રિક્ટ જજ સામે થઈ હતી અને બીજી વાર 7 થી 11 સપ્ટેમ્બર સુધી યોજાવાની છે, જેમાં નીરવના પ્રથમ ફેસિસ કેસની દલીલો પૂર્ણ થશે. આ સમય દરમિયાન ભારતીય અધિકારીઓ બીજી વખત પ્રત્યાર્પણની વિનંતી કરશે,
તમને જણાવી દઈએ કે અગાઉ બ્રિટનમાં પીએનબી છેતરપિંડી કેસમાં ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીની ન્યાયિક કસ્ટડી 6 ઓગસ્ટ સુધી લંબાવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે હજારો કરોડોની છેતરપિંડી કરી વિદેશ ભાગી ગયો હતો.જે અંતર્ગત ભારતની વિવિધ તપાસ એજન્સીઓએ તેના સામે કેસ નોંધ્યા છે. આ મામલામાં મોદીના મામા મેહુલ ચોક્સી પણ ભારત માટે મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com