ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
14 મે 2020
પ્રધાનમંત્રીના 20 લાખ કરોડના પેકેજ નો પેકેજમાંથી આજે ચાર લોકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે જેમાં પ્રવાસી-પરપ્રાંતિય મજૂરો, રસ્તા ઉપર બેસતા ફેરિયાઓ, એકદમ નાના વેપારીઓ, સ્વ રોજગાર કરતા અને નાના ખેડૂતોની આર્થિક સ્થિતિ પર વધુ ભાર આપવામાં આવ્યો છે. . . .
@ કૃષિ માટે રાજ્યોને અલગ થી 6000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે
@ 25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ અપાયા
@ 3 કરોડ ખેડૂતોને કૃષિ લોનમાં છૂટ અને 31 મેં સુધી વ્યાજમાં છૂટ આપવામાં આવી છે.
@ કૃષિ ક્ષેત્ર માટે 86600 કરોડ રૂપિયાની લોન
@ નાબાર્ડે 29500 કરોડ રૂપિયાની ગ્રામીણ લોકોને મદદ કરી
@ SDRFના માધ્યમથી 11 હજાર કરોડની મદદ કરવામાં આવી
@ બેઘર લોકોને શેલ્ટર હોમમાં રાખી ત્રણ ટાઈમ ભોજનની વ્યવસ્થા કરાઈ હતી
@ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે 4200 કરોડ ફાળવ્યા
@ મનરેગા હેઠળ 2.33 કરોડ શ્રમિકોને કામ આપ્યું
@ મનરેગા હેઠળ દૈનિક મજૂરી 182 રૂપિયાથી વધારી 202 કરાઈ
@ અત્યાર સુધીમાં 10 હજાર કરોડનો ખર્ચ કરાયો
@ 12000 સેલ્ફ હેલ્પ ગ્રુપે 3 કરોડ માસ્કનું ઉત્પાદન કર્યું
@ ન્યુનતમ વેતન મજૂરીનો ભેદભાવ દૂર કરી આખા દેશમાં એકજ વેતન લાગુ કરાશે.
@ મજૂરોનું વર્ષમાં એક વખત મેડિકલ ચેકઅપ થશે
@ તમામ મજૂરોને ESIC હેઠળ આવરી લેવાશે
@ પરપ્રાંતિય શ્રમિકોને 2 મહિના માટે મફત અનાજ અપાશે
@ કાર્ડ હોય તેમને પણ 5 કિલો ઘઉં અથવા ચોખા અપાશે
@ કાર્ડ ન હોય તેમને વ્યકિતદીઠ ૧ કિલો કઠોળ અપાશે જેનો 8 કરોડ પરપ્રાંતીય શ્રમિકોને લાભ મળશે
@ રાશનકાર્ડ પોર્ટેબિલીટીને અપાઈ મંજૂરી
@ 'વન નેશન, વન રાશન' યોજનાની જાહેરાત
@ દરેક રાજ્યમાં માન્ય રહેશે આ રાશનકાર્ડ
@ પ્રવાસી શ્રમિકોને ઓછા ભાવે ઘર મળે તે માટે આયોજન કરાશે
@ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ વ્યવસ્થા કરાશે
@ ફેરિયાઓ માટે સ્પેશ્યલ સ્કીમ લાગુ કરાશે, 50 લાખ ફેરિયાઓ માટે 5000 કરોડની સ્પેશ્યલ ક્રેડિટ ફેસિલિટી આપવામાં આવશે.
@ફેરિયાઓને ફરીથી ધંધો શરુ કરવા માટે 10000 સુધીની રકમ આપવામાં આવશે
@ મધ્યમ આવકવાળા પરિવારો માટે પોષણક્ષમ આવાસ યોજના, રૂ. 6 લાખથી રૂ.18 લાખ સુધીની વાર્ષિક આવક વાળા માટે આ યોજના માર્ચ 2021 સુધી લંબાવાશે:
@ 30,000 કરોડ રૂપિયાના વધારાના ઇમરજન્સી વર્કિંગ કેપિટલ ફંડ, નાબાર્ડ દ્વારા, 3 કરોડ ખેડુતોને લાભ મળશે..