ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 ઓક્ટોબર 2020
કોરોનાના કારણે ભારતનું અર્થતંત્ર આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર વિવિધ માધ્યમથી બજારમાં પૈસા ઉપલબ્ધ કરાવવાની યોજનાઓ લાવે છે જેથી સિસ્ટમ માં નાણાં ફરતાં થાય અને માંગ વધે. અર્થતંત્રમાં માંગ વધારવા માટે કેન્દ્ર સરકારે આજે અનેક મહત્વની ઘોષણાઓ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે માંગને ઉત્તેજીત કરવા માટે, ગ્રાહક ખર્ચ અને મૂડી ખર્ચ વધારવા માટે સરકાર પગલાં લઈ રહી છે. આથી આ વખતે સરકાર એલટીસી કેશ વાઉચર્સ અને ફેસ્ટિવલ એડવાન્સ યોજના લઈને આવી છે.
મુસાફરી-રજા ભથ્થાની કેશ વાઉચર્સ યોજના સરકાર દ્વારા અમલમાં લાવી છે. જે અંતર્ગત સરકારી કર્મચારીને એક રોકડ વાઉચર્સ મળશે જેમાંથી તેઓ ખર્ચ કરી શકશે અને તેનાથી અર્થવ્યવસ્થામાં પણ વધારો થશે. પીએસયુ અને જાહેર બેંકોના કર્મચારીઓને પણ આનો લાભ મળશે.
સરકારી કર્મચારીઓને એલટીસીના બદલામાં રોકડ ચુકવણી કરાશે.. જે ડિજિટલ કાર્ડના રૂપમાં હશે. તે 2018-21 માટે હશે. આ અંતર્ગત ટ્રેન અથવા વિમાનનું ભાડુ ચુકવવામાં આવશે તે તમામ વ્યવહાર કરમુક્ત રહેશે. આ માટે, કર્મચારીનું ભાડુ અને અન્ય ખર્ચ ત્રણ ગણા હોવા જોઈએ. તેવી જ રીતે, માલ અથવા સેવાઓ જીએસટી નોંધાયેલા વિક્રેતા પાસેથી લેવી પડશે અને ચુકવણી ડિજિટલ હોવી જોઈએ, નાણાં પ્રધાને જણાવ્યું હતું કે આનાથી કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓના ખર્ચ દ્વારા અંદાજે 28 હજાર કરોડની માંગ અર્થતંત્રમાં ઉભી થશે…
