News Continuous Bureau | Mumbai
Nirmala Sitharaman Smriti Irani Rahul Gandhi Debate લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Leader of Opposition Rahul Gandhi) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર ખુલ્લી ચર્ચા (Open Debate) કરવાનો પડકાર ફેંકવામાં આવ્યા બાદ શાસક પક્ષ ભાજપના ટોચના નેતાઓએ આક્રમક વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી. નિર્મલા સીતારમણે સવાલ ઉઠાવ્યો હતો કે જે નેતા સરકારના જવાબો સાંભળવા માટે સંસદમાં રોકાતા નથી અને ગૃહમાંથી વોકઆઉટ (Walkout) કરી જાય છે, તેઓ જાહેરમાં ચર્ચા કરવા આટલા આતુર હોવાનો દાવો કેવી રીતે કરી શકે?
Nirmala Sitharaman Smriti Irani Rahul Gandhi Debate – ‘ચર્ચાનું સ્થળ પહેલેથી હાજર છે, તે છે સંસદ’
નાણા મંત્રી નિર્મલા સીતારમણે રાહુલ ગાંધીને નિશાન બનાવતાં જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાનને ચર્ચા માટે સ્થળ પસંદ કરવાનું કહે છે, પરંતુ તે સ્થળ પહેલેથી ઉપલબ્ધ છે અને તે દેશની સંસદ (Parliament) છે, જ્યાં તેઓ પોતે વિપક્ષના નેતા તરીકે બેસે છે. ગૃહમંત્રી અમિત શાહે અગાઉ જ એસઆઈઆર (SIR) અને ઈવીએમ (EVM) જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વિશેષ સત્ર (Special Session) બોલાવવાની તૈયારી દર્શાવી હતી. તેમણે પૂછ્યું કે સોશિયલ મીડિયા પર પડકારો ફેંકતી વખતે જે ઉત્સાહ દેખાડવામાં આવે છે તેવો જ ઉત્સાહ સંસદના પટલ પર વાસ્તવિક ચર્ચા કરતી વખતે કેમ ગાયબ થઈ જાય છે?
Nirmala Sitharaman Smriti Irani Rahul Gandhi Debate – સવાલો પૂછવાની સાથે જવાબો સાંભળવાની પણ જવાબદારી: સીતારમણ
નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં સરકાર પાસે જવાબો માગવાની સાથે તેને સાંભળવાની પણ નૈતિક જવાબદારી (Moral Responsibility) હોય છે. અગાઉ અનેક પ્રસંગોએ જ્યારે સરકાર વિપક્ષના આક્ષેપોના તથ્યો સાથે ઉત્તર આપી રહી હતી ત્યારે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને (INDI Alliance) સંસદમાંથી વોકઆઉટ કરી સમગ્ર સત્રો ખોરવી નાખ્યા હતા. તેમણે કોંગ્રેસ અધ્યક્ષના નિવાસસ્થાને આયોજિત કરાયેલી નકલી સંસદને મોક પાર્લામેન્ટ (Mock Parliament) નહીં પરંતુ ‘સંસદની મજાક’ (Mockery of Parliament) ગણાવી હતી અને કહ્યું કે માત્ર આક્ષેપોની યાદી બનાવવાને બદલે વિપક્ષના નેતા તરીકે ગંભીરતા અને ચોક્કસ પુરાવાઓ સાથે ગૃહમાં ચર્ચાના સ્તરનું પાલન કરવું જોઈએ.
Nirmala Sitharaman Smriti Irani Rahul Gandhi Debate – સ્મૃતિ ઈરાનીનો રાહુલ ગાંધી પર આકરો કાવ્યાત્મક કટાક્ષ
બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાનીએ પણ રાહુલ ગાંધીના ડિબેટ ચેલેન્જ પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે કટાક્ષ કરતાં લખ્યું હતું કે, ‘જેઓ પાર્લામેન્ટમાં ડિબેટથી ડરે છે, સાંભળ્યું છે કે આજકાલ તેઓ મોટી-મોટી વાતો કરી રહ્યા છે.’ ભાજપ નેતાઓએ સ્પષ્ટ કર્યું કે લોકશાહી અને બંધારણની રક્ષાના ઉપદેશો આપતા વિપક્ષે બંધારણીય સંસ્થાઓનું સન્માન કરવું જોઈએ અને પોકળ નિવેદનબાજી છોડીને સંસદીય મંચ પર તથ્યો આધારિત સ્વસ્થ ચર્ચાનો સામનો કરવો જોઈએ.