ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 મે 2020
મંગળવારે નરેન્દ્ર મોદીએ સ્વનિર્ભર બનવાના મંત્ર સાથે 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેના પગલે આજે સાંજે ચાર વાગ્યે વિત્તમંત્રી નિર્મલા સીતારમણે કેટલા નાણાં કોને, ક્યાં, કયા સેક્ટરમાં ફાળવવામાં આવ્યા તેની વિગતવાર જાણ કરી હતી.
સૌથી પહેલાં તો MSME એટલે કે સુક્ષ્મ લઘુ અને મિડિયમ ઉદ્યોગ સેક્ટરની જે જૂની વ્યાખ્યાઓ હતી એના સ્થાને નવી વ્યાખ્યા રચવામાં આવી છે. જે મુજબ હવે એક કરોડના રોકાણ અને 10 કરોડના ટર્નઓવર સુધીની કંપનીઓને સૂક્ષ્મ ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે. આમાં 20 લાખ કરોડના પેકેજ માંથી કુલ ત્રણ લાખ કોઈ પણ ગેરંટી વગર લોન તરીકે અપાશે. જેની સમયમર્યાદા ચાર વર્ષની રહેશે. આ ઓફર્સ આગામી 31 ઓક્ટોબરથી થશે. આને પગલે અંદાજે 45 લાખ જેટલા નાના ઉદ્યોગોને ફાયદો થશે.
@ પીએમનું લક્ષ્ય – લોકલ બ્રાન્ડને ગ્લોબલ બનાવીશું.
@ PMએ બધા સેકટર માટે પેકેજની જાહેરાત કરી.
@ 52606 કરોડ રૂપિયા જનધન ખાતામાં જમા કર્યા.
@ આજથી આગામી કેટલાક દિવસો સુધી પેકેજની વિગતો આપીશ.
@ કુટિર, લઘુ ઉદ્યોગો માટે 6 મોટા પગલાની જાહેરાત.
@ MSMEને EMIમાં એક વર્ષની રાહત.
@ સુસ્ત MSME એકમો માટે 20 હજાર કરોડની ફાળવણી.
@ 2500 કરોડોની લોન વાળા લધુ અને મધ્યમ ઉદ્યોગોને ફાયદો થશે.
@ 200 કરોડ સુધીના ટેન્ડર ગ્લોબલ ટેન્ડર નહી હોય.
@ 10 કરોડ સુધીનુ રોકાણ અને 50 કરોડના ટર્નઓવરને લઘુ ઉદ્યોગનો દરજ્જો.
@ હવે 1 કરોડ સુધીના રોકાણવાળા એકમો માઈક્રો યુનિટ.
MSMEને ઈ માર્કેટ સાથે જોડવામાં આવશે.
@ 2500 કરોડ દ્વારા જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ વધુ ત્રણ મહિના EPF ધારકોના ખાતામાં 24 ટકા જમા કરાવશે. જેનાથી 3.66 કંપનીઓના 72.22 લાખ કર્મચારીઓને થશે ફાયદો.
@ NBFC માટે ૩૦ હજાર કરોડની સ્કીમ .
હાઉસિંગ સેક્ટરને તેનો સીધો લાભ મળશે.
@ વીજકંપનીઓ માટે 90 હજાર કરોડની ફાળવણી.
રોકડની અછત ભોગવી રહેલ વીજકંપનીઓને ફાયદો થશે.
@ 15000થી વધુ પગાર ધરાવતા કર્મચારીઓ છે તેમનું PF 12-12 ટકાને બદલે 10-10 ટકા જમા કરવાનું રહેશે. જો કે સરકારી કર્મચારીઓ માટે આ લાગુ નહીં પડે.
@ કેન્દ્ર સરકારે કોન્ટ્રાકટરોને આપી રાહત.
કન્સ્ટ્રકશન કંપનીઓને 6 મહિના સુધીની રાહત .
રેલ્વે, રસ્તા અને હાઈવેના કામ કરી રહેલી કંપનીઓને રાહત.
@ બિલ્ડરોને પણ મકાન પૂરું કરવા માટે સમય મળશે.
TDS અને TCSમાં કપાતથી 50 હજાર કરોડનો ફાયદો.
માર્ચ 2021 સુધી TDS અને TCSના દરમાં 25 ટકાનો ઘટાડો.
@ ટ્રસ્ટ અને LLPને તાત્કાલિક રીફંડ આપવાનો આદેશ.
ટેક્સ ઓડીટની તારીખ લંબાવીને 31 ઓકટોબર કરાઈ.
@ આવકવેરો ભરવાની સમય મર્યાદા વધારાઈ.
30 નવેમ્બર સુધી ભરી શકાશે આવકવેરો..