173
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
શિવસૈનિક સંતોષ પરબ હુમલા કેસમાં ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેને મોટો ઝટકો લાગ્યો છે.
સિંધુદુર્ગ જિલ્લા સેશન્સ કોર્ટે ધારાસભ્ય નિતેશ રાણેની જામીન અરજી ફગાવી દીધી છે.
જો કે, સેશન્સ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, નિતેશ રાણેની 10 દિવસ સુધી ધરપકડ કરી શકાય નહીં.
હવે નિતેશ રાણે હાઈકોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરશે.
અગાઉ સુપ્રીમ કોર્ટે નિતેશ રાણેને જિલ્લા કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો. જે બાદ નિતેશ રાણે સિંધુદુર્ગ જિલ્લામાં હાજર થઈને જામીન અરજી દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સિંધુદુર્ગ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી દરમિયાન શિવસેનાના ઉમેદવાર સતીશ સાવંત માટે પ્રચાર કરી રહેલા શિવસૈનિક સંતોષ પરબ પર 18 ડિસેમ્બરે હુમલો કરવામાં આવ્યો હતો.
You Might Be Interested In