ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 એપ્રિલ 2021.
શુક્રવાર.
કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી નાગપુર ખાતે આવેલી નેશનલ કેન્સર ઇન્સ્ટિટયૂટના covid સેન્ટર ના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કરોના ની બીજી લહેર અંગે લોકોને ચેતવણી આપી હતી.
covid સેન્ટરના લોકાર્પણ બાદ તેમણે કહ્યું હતું કે,ઘરે ઘરે કોરોના નો સંક્રમણ ફેલાયું છે અને આવનારા પંદર દિવસ કે એક મહિનામાં કેવી સ્થિતિ હશે તે કહેવું મુશ્કેલ છે. આ વાયરસ હજી કેટલો ખતરનાક બનશે અને ક્યાં સુધી તેની અસર ચાલુ રહેશે તેની કોઇ ગેરંટી નથી. લોકો જ્યારે સર્વશ્રેષ્ઠ સ્થિતિ અંગે વિચાર કરે છે, ત્યારે તેમણે સૌથી ખરાબ સ્થિતિ માટે પણ તૈયાર રહેવું જોઈએ. આ મહામારી સામે લડવા માટે આપણને લોંગ ટર્મ પ્લાનની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં ઉદ્ભવેલ રેમડેસિવિર ઇન્જેક્શન ની ઉણપ અંગે ગડકરીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે 8 કંપનીઓને આ ઇન્જેક્શનનું ઉત્પાદન કરવાની મંજૂરી આપી દીધી છે. તેથી ઇન્જેક્શનોની અછતની સ્થિતિનું નિરાકરણ આવી જશે.