News Continuous Bureau | Mumbai
Nitin Gadkari: મોદી સરકાર (Modi Government) માં મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પહેલા મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ શુક્રવારે મહારાષ્ટ્ર (Maharashtra) ના વાશિમમાં એક કાર્યક્રમ વખતે કહ્યું કે લોકસભા ચૂંટણી 2024માં તેમની તરફથી કોઈ બેનર, પોસ્ટર લગાવવામાં આવશે નહીં સાથે જ ચાની ઓફર પણ કરવામાં નહીં આવે, ભલે વોટ મળે કે ન મળે.
મહારાષ્ટ્રના વાસિમમાં 3 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સના ઉદ્ધાટન વખતે નીતિન ગડકરીએ કહ્યું, “આ લોકસભા ચૂંટણી માટે મેં નિર્ણય કર્યો છે કે કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાવવામાં આવે અને લોકોને ચા પણ નહીં પીવડામાં આવે. જેને વોટ આપવા હશે તે વોટ આપશે નહીં તો નહીં આપે… લાંચ લઈશ નહીં અને કોઈને આપવા દઈશ નહીં.”
Maharashtra | “For this Lok Sabha election I have decided that no banners or posters will be put up neither tea will be offered to people. Those who have to vote will vote and those who do not will not…Neither will I take bribe nor will I allow anyone,” says Union Minister… pic.twitter.com/vFSV2KWugt
— ANI (@ANI) September 29, 2023
આ સમાચાર પણ વાંચો : Asian Games: 43 વર્ષના રોહન બોપન્નાએ મિક્સ ડબલ્સમાં ભારતે રચ્યો ઇતિહાસ.. ટેનિસમાં અપાવ્યો ગોલ્ડ.. જાણો કેવી રહી આ રસપ્રદ મેચ.. વાંચો વિગતે અહીં..
રસ્તાનું નિર્માણ બીઓટી માધ્યમથી કરવાને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે….
આ પહેલા દેશની રાજધાની નવી દિલ્હીમાં નીતિન ગડકરીએ ગુરૂવારે કહ્યું કે સરકાર આ વર્ષના અંત સુધી નેશનલ હાઈવેને ખાડા-મુક્ત કરવાની પર કામ કરી રહ્યા છે. તેની સાથે જ રસ્તાનું નિર્માણ બીઓટી માધ્યમથી કરવાને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.