Nitish Kumar: ચૂંટણીની તૈયારીઓ શરુ… બિહારમાં હવે 75 ટકા થશે અનામત, નીતિશ કુમારે વિધાનસભામાં રજૂ કર્યો પ્રસ્તાવ… જાણો વિગતે…

Nitish Kumar Bihar will now have 75 percent reservation, Nitish Kumar proposed in the assembly

News Continuous Bureau | Mumbai

Nitish Kumar: બિહાર ( Bihar ) ના સીએમ નીતિશ કુમારે ( CM Nitish Kumar ) મંગળવારે બિહાર વિધાનસભામાં અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં બિહારમાં આપવામાં આવતી 50 ટકા અનામત ( Reservation ) ને વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ હતો. જે EWS ને આપવામાં આવેલ 10 ટકા અનામત સહિત 75 ટકા થશે. નીતીશ કુમારે એમ પણ કહ્યું કે જાતિની વસ્તી ગણતરી સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી છે.

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો ( Caste census ) ડિટેઈલ રિપોર્ટ વિધાનસભામાં( assembly )  રજૂ કરાયો હતો. જેના પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટું એલાન કર્યું છે. સીએમ નીતીશે રાજ્યમાં અનામતની સીમા 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. EWSના 10 ટકાને મેળવીને અનામત 75 ટકા કરવાનો પ્રસ્તાવ રખાયો છે. SCને 16 ટકા અનામત વધારીને 20 ટકા, STને 1 ટકા વધારીને 2 ટકા અને EBC અને OBCને મેળવીને 43 ટકા અનામત આપવામાં આવે તેવો પ્રસ્તાવ મુકાયો છે.

આખી વસ્તી ગણતરી ખૂબ જ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી: નિતિશ કુમાર

મુખ્યમંત્રીએ માંગ કરી હતી કે 75 ટકા અનામતમાંથી 43 ટકા અનામત ઓબીસી અને ઈબીસી વર્ગના લોકો માટે અનામત હોવી જોઈએ. આ ઉપરાંત, તેમણે EWS માટે 10 ટકા સાથે 75 ટકા આરક્ષણનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે જ રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલા સીએમ નીતિશ કુમારે મોટી રાજકીય ચાલ રમી છે.

આ સમાચાર પણ વાંચો : TATA Group: 70 વર્ષ બાદ રતન ટાટા વેચી શકે છે આ કંપની, રૂ.27000 કરોડની વેલ્યૂ.. બજારમાં ચર્ચાનું બજાર ગરમ. શું થશે રોકાણકારોનું…

નીતીશ કુમારે વિધાનસભામાં કહ્યું કે આખી વસ્તી ગણતરી ખૂબ જ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી છે, કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કેટલીક જાતિઓની સંખ્યા વધી કે ઓછી થઈ છે, આ ખૂબ જ બોગસ વાત છે. તેમણે કહ્યું કે અમે અપીલ કરીએ છીએ કે સમગ્ર દેશમાં જ્ઞાતિની વસ્તી ગણતરી કરવામાં આવે. મહિલા સાક્ષરતા પર બોલતા નીતિશ કુમારે કહ્યું કે બિહારમાં મહિલા સાક્ષરતામાં સુધારો થયો છે.

હાલમાં, બિહારમાં પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગો માટે 27 ટકા અનામતની જોગવાઈ છે. આ સિવાય ST માટે 17 ટકા, ઉચ્ચ જાતિ માટે 10 ટકા, વિકલાંગ માટે 3 ટકા અને સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે 1 ટકા અનામતની જોગવાઈ હતી. આ સિવાય મહિલાઓ માટે પણ 3 ટકા અનામત હતું જે સમાપ્ત થઈ ગયું છે. દરખાસ્ત મુજબ, અનુસૂચિત જાતિનું અનામત 16થી વધારીને 20, અનુસૂચિત જનજાતિ માટે 1થી 2 અને પછાત અને સૌથી પછાત વર્ગનું અનામત 27થી વધારીને 43 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.