News Continuous Bureau | Mumbai
Nitish Kumar: ગુરુવારે બિહાર વિધાનસભામાં ( Bihar Assembly ) ફરી એકવાર સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલબાજી જોવા મળી હતી. આરક્ષણ ( reservation ) મુદ્દે જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂર્વ સીએમ અને ‘હમ’ (હિંદુસ્તાન અવમ મોરચા)ના પ્રમુખ જીતન રામ માંઝી ( Jitan Ram Manjhi ) પર ગુસ્સે થયા હતા.
જણાવી દઈએ કે, જ્યારે જીતનરામ માંઝીએ વિધાનસભામાં કહ્યું કે, વસ્તી ગણતરીનું કામ યોગ્ય રીતે થયું નથી. આના પર નીતીશ કુમારે કહ્યું કે, માંઝીને ખબર નથી કે તેઓ શું બોલી રહ્યા છે. નીતિશ કુમારે વધુમાં કહ્યું કે, માંઝી હવે રાજ્યપાલ ( Governor ) બનવા માગે છે. આ દરમિયાન નીતિશ કુમારનો ગુસ્સો ચરમસીમાએ હતો.
તેજસ્વી પણ નીતિશને રોક્યા
સત્તાધારી પક્ષના લોકોએ, તેજસ્વી યાદવે પણ નીતિશ કુમારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ રોકાયા નહીં. નીતીશ કુમાર ગુસ્સામાં આવી ગયા અને ત્યાં સુધી કહ્યું કે, માંઝી મારી ભૂલને કારણે જ સીએમ બન્યા છે. નીતિશ કુમારે પણ માંઝી માટે આકરી ભાષાનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ માંઝીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે તેમના કરતા ચાર વર્ષ મોટા છીએ. તે પોતાની હદ વટાવી રહ્યા છે. તેઓ 1985માં ધારાસભ્ય બન્યા, હું 1980થી ધારાસભ્ય છું. રાજ્યપાલ બનવાની વાત પર તેમણે કહ્યું કે, આ ખોટી વાત છે. હું દલિત છું એટલે મારા પર હુમલો કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Mahua Moitra: એથિક્સ કમિટીની બેઠકમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા સામે પ્રસ્તાવ પાસ, રિપોર્ટના પક્ષમાં 6 અને વિરુદ્ધમાં 4 સાંસદે આપ્યો વોટ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
