News Continuous Bureau | Mumbai
સિનિયર સિટીઝન માટે ખરાબ સમાચાર છે. રેલવે દ્વારા સિનિયર સિટીઝનોને રેલવેની ટિકિટમાં હવેથી વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે સિનિયર સિટઝનોને રેલવેના ભાડામાં વધારાની છૂટની સુવિધા હાલ આપવામાં આવવાની નથી.
કોરોના મહામારી 2020માં ચાલુ થયા બાદ રેલવે તેની અનેક સેવા બંધ કરી હતી. હવે ધીમે ધીમે ફરી સેવાઓ ચાલુ કરવામાં આવી રહી છે. પરંતુ સિનિયર સિટિઝન માટે ઉપલબ્ધ વધારાની ડિસ્કાઉન્ટની સુવિધા હજી સુધી ચાલુ કરવામાં આવી નથી. બુધવારે સંસદમાં રેલવે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે સરકાર હાલ સિનિયર સિટઝનોને વધારાનું ડિસ્કાઉન્ટ આપવાની નથી.
લોકડાઉન પછી રેલવે ફરી ચાલુ કરવામાં આવી છે ત્યારે માત્ર ત્રણ શ્રેણીના લોકોને જ ટ્રેનની ટિકિટમાં છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિકલાંગ, વિદ્યાર્થીઓ અને 11 ગંભીર રોગથી પીડાતા દર્દીઓનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : કાશ્મીરી પંડિત એવા રાહુલ ગાંધી અને પ્રિયંકાને ભાજપે ફિલ્મની ટિકિટ મોકલાવી. હવે બન્યો ચર્ચાનો વિષય. જાણો વિગતે.
રેલવેના કહેવા મુજબ કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષમાં રેલવેને ભારે નુકસાન થયું છે. તેથી આવી પરિસ્થિતિમાં સિનિયર સિટિઝનોને ડિસ્કાઉન્ટ આપીને વધુ નુકસાન સહન કરી શકાય નહીં.