ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
રામનગરી અયોધ્યામાં ભગવાન રામના મંદિરની આસપાસ બહુમાળી ઇમારતો બનાવવા પર પ્રતિબંધ મુકાયો છે. એટલું જ નહીં, આ માટે ધારાધોરણો પણ નક્કી કરવામાં આવ્યાં છે. રામ મંદિરની આસપાસના 300 મીટર સુધીના વિસ્તારમાં ઇમારતના બાંધકામ માટે જિલ્લા અધિકારી પાસેથી NOC લેવી પડશે. રામ મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સુરક્ષા સમિતિની વિનંતી પર આ યોજનાનો અમલ કરવામાં આવશે. આ યોજનાના અમલ માટે વિકાસ ઑથૉરિટીએ એક સમિતિની પણ રચના કરી છે.
વિકાસ ઑથૉરિટીના સેક્રેટરી આર.પી.સિંહે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કેરામ મંદિર સંકુલને સુરક્ષિત કરવા માટે, સુરક્ષા સમિતિના વહીવટી તંત્ર દ્વારા રામ જન્મભૂમિની આજુબાજુના વિસ્તાર માટે કેટલાક પ્રતિબંધિત આદેશો લાગુ કરવાની વિનંતી કરવામાં આવી છે. સમિતિમાં સુરક્ષા વિભાગ, ફરિયાદી વિભાગ અને શહેરની કચેરીના એક અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ સંકુલથી 100 મીટરના અંતર સુધીના ધોરણ મુજબ કોઈ નવું બાંધકામ થઈ શકશે નહીં. નિર્માણ થઈ ચૂકેલા મકાનોના બ્યુટિફિકેશનનું કામ થઈ શકે છે, પરંતુ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની મંજૂરી લીધા બાદ નવીનીકરણનું કામ થઈ શકે છે.
બિલ્ડિંગ 300 મીટરના ક્ષેત્રમાં સાડાબાર મીટરથી વધુ ઊંચી ઇમારત બાંધી શકાશે નહિ. બહુમાળી ઇમારતો બનાવવામાં આવશે નહીં. મકાન બનાવતાં પહેલાં નકશો વિકાસ અધિકારી પાસેથી પાસ કરાવવો પડશે અને NOC મેળવવી પડશે.