Site icon

કેદ્ર સરકારને સુપ્રીમ કોર્ટની ખુલ્લી ચીમકી.. આ પ્રોજેકટના કામ દરમ્યાન એક પણ વૃક્ષ કે બાંધકામ તોડશો તો કામ ખોરંભે ચઢી શકે છે.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

07 ડિસેમ્બર 2020

કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા એટલે કે દિલ્હીમાં નવા બનનારા સંસદભવનના નિર્માણ સંબંધિત અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટે સુનવણી કરી છે. આ મામલામાં દાખલ અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કન્સ્ટ્રક્શન, તોડફોડ કે વૃક્ષ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ જ્યાં સુધી કોઈ પેન્ડિંગ અરજીઓ પર અંતિમ ચુકાદો ન સંભળાવામાં આવે. કેન્દ્ર એ કોર્ટને ભરોસો આપ્યો છે કે કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.

ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવિલકરની અધ્યક્ષતાવાળી સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે નિરીક્ષણ કરી કહ્યું છે કે કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટના બાંધકામની કામગીરી આગળ વધારી શકશે નહીં. 

સુપ્રિમ કોર્ટે સોમવારે સેન્ટ્રલ વિસ્ટાના 20,000 કરોડના નિર્માણ કાર્યને લઈને કેન્દ્રની "આક્રમકતા" સામે નારાજગી વ્યક્ત કરી હતી. સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે ‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટના નિર્માણને લઈને સરકારના વિચારોની માહિતી આપવા માટે કેન્દ્રને 5 મિનિટનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે જરૂરી કાગળની કાર્યવાહી કરી શકે છે તથા શિલાન્યાસ કરવાના નક્કી સમારંભને આયોજિત કરી શકે છે.

નોંધનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે બનેલા નવા સંસદ ભવનના નિર્માણ માટે શિલાન્યાસ કરશે અને 'ભૂમિપૂજન' કરવાની તૈયારીમાં છે. એવા સમયે પ્રોજેક્ટને પડકારતી અરજીઓથી આગળ નું કામ ખોરંભે ચઢી શકે છે.

MILAN 2026 Concludes: ‘મિલાન ૨૦૨૬’નું સફળ સમાપન: ભારતીય સમુદ્રમાં ૪૨ યુદ્ધ જહાજો અને સબમરીનનો શક્તિ પ્રદર્શન; INS વિક્રાંત પર યોજાયો ભવ્ય સમારોહ.
Supreme Court Slam NCERT Corruption Chapter: ‘શું ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?’, NCERT પર સુપ્રીમ કોર્ટની ફટકાર; ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પુસ્તકના લખાણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો..
Rajmarg Pravesh Portal: હાઈવે પ્રોજેક્ટ્સ માટે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમ શરૂ; હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ..
IDFC બેંક ફ્રોડ: હરિયાણા સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું મસમોટું કૌભાંડ; માસ્ટરમાઈન્ડ પૂર્વ મેનેજર સહિત ૪ જેલભેગા, જાણો કેવી રીતે ખેલાયો ખેલ
Exit mobile version