News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ(Congress) પ્રમુખ પદની ચૂંટણી(Presidential election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રમુખ પદની ઉમેદવારી(Candidacy for the post of President) અંગે રાજકીય વર્તુળમાં(political circle) વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજસ્થાનના મુખ્યમંત્રી(Chief Minister of Rajasthan) અશોક ગેહલોતે(Ashok Gehlot) એલાન કર્યું છે કે તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. અશોક ગેહલોતે કહ્યું કે હું ચૂંટણી લડીશ એ નક્કી છે અને આગામી સમયમાં નામાંકન ભરીશ, દેશની હાલની જે પરિસ્થિતિ છે તેને જોતાં વિપક્ષ ખૂબ મજબૂત હોવો જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો : PM-CARES Fund – રતન ટાટા સહિત ઘણા દિગ્ગજ લોકો ટ્રસ્ટી બન્યા
દરમિયાન અશોક ગેહલોતે ચૂંટણી લઈને ગાંધી પરિવારની(Gandhi family) ભૂમિકા પર પણ ખુલાસો કર્યો હતો, તેમણે કહ્યું મેં ઘણીવાર રાહુલ ગાંધીને(Rahul Gandhi) અધ્યક્ષ બનવા માટે પ્રસ્તાવ આપ્યો હતો પણ તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે ગાંધી પરિવારમાંથી કોઈ જ ચૂંટણી લડશે નહીં.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડી દેવાયું છે. આ સાથે જ દેશના સૌથી જૂના રાજકીય પક્ષનું સર્વોચ્ય પદ સંભાળનારી વ્યક્તિને પસંદ કરવા માટેની ચૂંટણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.