Site icon

ધ્યાન રાખજો / રસ્તા પર ખોટી રીતે વાહન પાર્ક કરનારાઓની ખેર નહીં, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કરી આ જાહેરાત

દેશમાં રસ્તાઓ પર લાંબા જામ ઘણીવાર ખોટી રીતે પાર્ક કરેલા વાહનોના કારણે થાય છે. હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેનાથી છુટકારો મેળવવા માટે ખાસ તૈયારી કરી રહ્યા છે.

No harm to those who park vehicles wrongly on the road, Union Minister Gadkari made this announcement_11zon

No harm to those who park vehicles wrongly on the road, Union Minister Gadkari made this announcement_11zon

News Continuous Bureau | Mumbai

Nitin Gadkari: દેશમાં રસ્તાઓ પર લાંબા જામ ઘણીવાર ખોટી રીતે પાર્ક કરેલા વાહનોના કારણે થાય છે. હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેનાથી છુટકારો મેળવવા માટે ખાસ તૈયારી કરી રહ્યા છે. આ અંગે ગડકરીએ ભૂતકાળમાં અનેક કાર્યક્રમોમાં ખાસ જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાત સાંભળીને તમે પણ ચોંકી જશો. હા, કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, જો કોઈ રસ્તા પર ખોટી રીતે વાહન પાર્ક કરશે તો તેની તસવીર મોકલનારને 500 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

Join Our WhatsApp Community

કાર અને બાઈ ચલાવનારાઓ વધુ ચોકી ગયા હતા

તેમના દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ કાર અને બાઇક સવારો ચોંકી ઉઠ્યા હતા. અહેવાલ છે કે, સરકાર આ યોજના પર સતત આગળ વધી રહી છે. આ કાયદો ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે. ગડકરીએ એમ પણ જણાવ્યું હતું કે, આ નિયમ લાગુ થયા બાદ શહેરોમાં જામથી ઘણી હદ સુધી રાહત મળશે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે વાહનને ખોટી રીતે પાર્ક કરવા બદલ 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: AI ના કારણે તેણે જીતી લોટરી, કરી તાબડતોબ કમાણી, અચાનક બની ગયો દુનિયાનો ચોથો સૌથી અમીર વ્યક્તિ!

ખરાબ ટેવો પર લગામ લગાવવાનો હેતુ

ગડકરીએ જણાવ્યું હતું કે, આ કાયદો લાવવાનો હેતુ ખોટી રીતે વાહનો પાર્ક કરવાની આદતને રોકવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, હું એક કાયદો લાવવા જઈ રહ્યો છું – જે મુજબ જે કોઈ રસ્તા પર વાહન પાર્ક કરશે, તેના પર 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ સિવાય ખોટી રીતે પાર્ક કરેલા વાહનની તસવીર મોકલનાર વ્યક્તિને 500 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં વસ્તીની સાથે સાથે વાહનોની સંખ્યા પણ વધી રહી છે. જેથી વાહન પાર્કિંગની સમસ્યા જટિલ થઈ રહી છે. લોકો આડેધર પાર્કિંગ કરતા થયા છે. જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. જો આ નિયમ ભવિષ્યમાં આવશે તો ચોક્કસપણે ટ્રાફિક જામથી થોડી રાહત મળી શકે છે.

 

 

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Exit mobile version