247
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
દેશમાં મોટા ભાગના રેલવે સ્ટેશન પર મુસાફરોને મળતી ફ્રી વાઇ-ફાઇ સુવિધા બંધ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ સુવિધા પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઊંચા ખર્ચ અને તકનીકી કારણોસર આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક નિવેદનમાં જણાવ્યું કે આ યોજના નાણાકીય રીતે પોશાય શકે તેમ નથી.
આ ઉપરાંત મુસાફરોને પણ પુરતી સ્પીડ સાથેની વાઇફાઇ સુવિધા મળતી ન હતી. તેથી સરકારે હાલ તુરંત આ યોજના બંધ કરી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતીય રેલવે દેશભરમાં 6000 થી વધુ સ્ટેશનો પર વાઇ-ફાઇ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડે છે.
You Might Be Interested In