ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
09 ડિસેમ્બર 2020
સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું છે કે, હવેથી કોરોનાના દર્દીઓના ઘરની બહાર કોઈ પોસ્ટર લગાવવામાં આવશે નહીં. કોર્ટનું કહેવું છે કે, COVID 19 દર્દીઓના ઘરની બહાર, રાજ્ય સરકારના અધિકારીઓએ તેમની ઓળખ જાહેર કરતાં પોસ્ટર કે સ્ટીકર લગાવવાની જરૂર નથી. કોર્ટે કેન્દ્રને જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીના ઘરની બહાર એક વખત સ્ટીકર લાગવાથી તેમની સાથે અસ્પૃશ્ય જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.
જેના જવાબમાં કેન્દ્ર સરકારે રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવ્યું હતું કે હોમ આઈસોલેશનમાં રહેતા કોવિડ-19ના દર્દીઓના ઘરની બહારથી પોસ્ટર હટાવવામાં આવે.
સપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની વડપણ હેઠળની બેન્ચ જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અંતર્ગત સક્ષમ અધિકારી દ્વારા સુચના આપવામાં આવે તેવા ચોક્કસ કિસ્સામાં જ કોઈ દર્દીના ઘર બહાર પોસ્ટર લગાવી શકાશે.
કેન્દ્ર સરકારે અગાઉ કોર્ટમાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે, ગાઈડલાઈનમાં ક્યાંય કોરોનાના દર્દીનાં મોત બાદ પોસ્ટર અથવા સ્ટીકર લગાવવાની સુચના આપવામાં આવી નથી.. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સ્થાનિક પ્રશાસન દ્વારા કોવિડ ના દર્દીના ઘર બહાર પોસ્ટર અને સ્ટીકર ચોંટાડવામાં આવતા હતા, જેનાથી તમામ લોકોને ખબર પડી જતી હતી કે કઈ વ્યક્તિ કોરોનાનો દર્દી છે. જેના કારણે તે વ્યક્તિ સાથે ભેદભાવ થતો જોવા મળતો હતો..
