સ્વિસ બેંકમાં ભારતીયોના કેટલા રૂપિયા જમા છે- જાણો આ સવાલનો શું આપ્યો જવાબ નાણામંત્રી નિર્મલા સીતારમણે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સ્વિસ બેંકો(Swiss banks)માં જમા થયેલું કાળું નાણું(Black money) હંમેશા દેશ માટે મોટો અને મહત્વનો મુદ્દો રહ્યો છે.

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે(FM Nirmala Sitharaman) લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે સ્વિસ બેંકોમાં ભારતના લોકો દ્વારા જમા કરાયેલા નાણાં વિશે કોઈ સત્તાવાર અંદાજ નથી. 

તેમણે કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 2020ની સરખામણીમાં 2021માં સ્વિસ બેંકોમાં ભારતીય લોકોની જમા રકમમાં ઉછાળો આવ્યો છે.

સાથે તેમણે જણાવ્યું કે સરકારે પનામા પેપર્સ લીક, પેરેડાઈઝ પેપર્સ લીક ​​અને તાજેતરમાં બહાર આવેલા પેન્ડોરા પેપર્સ લીક ​​જેવા વિદેશી અસ્કયામતોને લગતા કેસોની ઝડપી અને સંકલિત તપાસ કરવા માટે એક બહુ-એજન્સી ટીમ (MAG) ની રચના કરી છે. આમાં અમલીકરણ એજન્સીઓ/સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : દેશના અર્થતંત્ર માટે સારા દિવસો- વિશ્વ મંદીના ભરડામાં- પરંતુ ભારતીય અર્થતંત્ર રહેશે તેજીમાં- જાણો સર્વેમાં આવેલી રસપ્રદ માહિતી

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment