ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 જુલાઈ 2020
બ્રિટીશ કાયદાનો હવાલો આપી યુકેના રાજદૂતે વિજય માલ્યા સંદર્ભે મહત્વનું બયાન આપ્યું છે. ભારતમાં એસબીઆઇ સહિત અનેક બેંકોના 9 હજાર કરોડ રૃપિયાથી વધુ રકમ લઇને ફરાર થઇ ગયેલા વિજય માલ્યાના પ્રત્યાર્પણ મુદ્દે બ્રિટને કહ્યું કે "આ અંગે કોઇ નિશ્ચિત સમય મર્યાદા આપી શકાય તેમ નથી. કારણકે કેસ હજુ લંડનની કોર્ટમાં ચાલે છે " ભારતમાં નિયુક્ત હાઇ કમિશનર સર ફિલિપ બાર્ટોને જણાવ્યું કે "અપરાધીઓ ભલે રાષ્ટ્રીય સરહદ પાર કરીને દેશ બહાર ભાગી જાય પરંતું, ન્યાયપાલીકાથી બચી શકશે નહીં." વધુમાં કહ્યું કે "માલ્યાના પ્રત્યાર્પણનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને બ્રિટનની સરકારે આ અંગે કોઇ નવો નિર્ણય લીધો નથી. સાથે જ જણાવ્યું કે "બ્રિટનની સરકાર એ વાતથી વાકેફ છે કે આ કેસ ભારત માટે કેટલો મહત્ત્વપૂર્ણ છે."
ઉલ્લેખનીય છે કે ગયા મહિને ભારતે, બ્રિટનને અપીલ કરી હતી કે "વિજય માલ્યા ની યુ.કે માં શરણ માંગવાની કોઇ અપીલ પર ઈંગ્લેન્ડએ વિચાર કરવો જોઇએ નહીં. કારણકે, ભારતમાં તેમના પર દમન ગુજારવામાં આવશે! તેવા કોઇ પુરાવા તેમની પાસે નથી. ભારતમાં સજાથી બચવા માટેની આ એક ચાલ માત્ર છે."
આમ ત્યાંના કાયદા નો હવાલો આપી બ્રિટનની સરકારે સંકેત આપ્યા છે કે "માલ્યાને નજીકના ભવિષ્યમાં ભારતને સોંપવામાં આવે એની શક્યતા બહુ જ ઓછી છે કેમકે આ એક કાયદાકીય મુદ્દો છે." થોડા દિવસો અગાઉ લાગતજ હતું કે એક મહિનાની અંદર વિજય માલ્યા ભારત આવી જશે પરંતુ હવે નજીકના ભવિષ્યમાં સરકારી એજન્સી ઓ ભારત લાવી શકે એવી શક્યતા ઓછી લાગી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com