ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓગસ્ટ 2020
આજકાલ સૈન્ય પર ઘણી ફિલ્મો, ડૉક્યુમેન્ટરી અને વેબ સિરીઝ બની રહી છે. જેના પર ભારત સરકારે હવે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સંરક્ષણ મંત્રાલયે કેન્દ્રીય ફિલ્મ સૅન્ટ્રલ બોર્ડ (સીબીએફસી) ઈલેકટ્રોનીક અને ઈનકોર્પોરેશન ટેકનોલોજી મંત્રાલય અને માહિતી પ્રસારણ મંત્રાલયને સૂચના આપી છે કે સુરક્ષાદળો પર આધારીત ફિલ્મો, ડૉક્યુમેન્ટરી અથવા વેબસીરીઝને પ્રસારીત કરતાં પહેલા પ્રોડક્શન હાઉસીસએ એનઓસી એટલે કે નો-ઓબ્જેકશન સર્ટીફીકેટ લેવું પડશે. જો કે હજી સુધી કોઈ લેખિત આદેશ જારી કરવામાં આવ્યા નથી.
સંરક્ષણ મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) ને પત્ર લખ્યો છે કે સેના આધારિત ફિલ્મો અથવા વેબ સિરીઝના નિર્માતાઓએ ટેલિકાસ્ટ કરતા પહેલા ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (એનઓસી) મેળવવું જરૂરી રહેશે. આ પત્ર 27 જુલાઇએ લખવામાં આવ્યો છે.સંરક્ષણ મંત્રાલયે ભારતીય લશ્કરના જવાનોને અપમાનજનક રીતે ફીલ્મ અને વેબસીરીઝમાં ચિત્રિત કરી ખોટી ઈમેજ પેશ કરવા સંબંધી કેટલીક ફરિયાદો મળી છે. આ ફરિયાદ બાદ સંરક્ષણ મંત્રાલયે ઉપરોક્ત નિર્ણય લીધો છે.
સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું છે કે, ભારતીય લશ્કર પર બનાવાયેલી ફીલ્મો અને તેના દ્દશ્યોનું એનઓસી વગર પ્રસારણ કરવામાં નહીં આવે. સંરક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષા દળોની છબી બગાડતા અને લોકોની ભાવનાને ઠેસ પહોંચાડતી ઘટનાઓ રોકવા આ પગલું લેવાયું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ એકતા કપુરની એક વેબ સીરીઝ 'એકસએકસએકસ અન સેન્ફોર્ડ' બાબતે મોટો વિવાદ ઉભો થયો હતો. આ વેબ સીરીઝનાં એક એપીસોડમાં ચિત્રિત એક દ્દશ્ય સામે લોકોના એક વર્ગે વિરોધ કર્યો હતો. આ દ્દશ્યમાં એક મહિલા પોતાના ફૌજી પતિની ગેરહાજરીમાં પોતાના પ્રેમીને બોલાવી તેની સાથે ગેરસંબંધ બાંધતી દર્શાવાઈ હતી. નોંધપાત્ર વાત છે કે આ મામલે ઘણો વાદવિવાદ થયો હતો, અને એકતા કપુરે પછી માફી પણ માંગી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com