ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુન 2020
શાળા સંચાલકો કે માલિકો કોઈ પણ બાળક કે વિદ્યાર્થીઓ ના વાલી પાસેથી ફી માંગી શકશે નહીં. જો તેઓ એવું કરતા પકડાશે તો તેમની સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવશે અને એક વર્ષની જેલની સજા પણ થશે એવો આદેશ નોઈડાના જિલ્લા અધિકારી એ બહાર પાડ્યો છે.. આ દ્વારા કોરોના નો સામનો કરી રહેલા વાલીઓને રાહત આપવાનો છે. નોંધનીય છે કે લોકડાઉન અને કોરોના મહામારી ના સમયે શાળાના સંચાલકોએ તુરંત શાળામાં ફી જમા કરવાનું કહ્યું હતું અને આ દ્વારા વિદ્યાર્થીઓ અને માતા-પિતા પર માનસિક ત્રાસ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. બધા જ જાણે છે તેમ લોકડાઉન દરમિયાન લોકોના રોજગારો બંધ થયા છે, પગારો થયા નહોતા એવા સમયે ફી વધારો કરવો અને ફી ભરવાનું કહેવું અને જો ફી ભરવામાં નહીં આવે તો બાળકને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપવી, એ બાળકના ભવિષ્ય સાથે ચેડા કરવા જેવું છે એમ પણ નોયડાના જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું…