Site icon

North India Weather Alert: પહાડો પર બરફની આફત અને મેદાનોમાં માવઠું! કાશ્મીરમાં ૨ મુખ્ય હાઈવે બંધ, હિમાચલ પ્રદેશમાં આગામી ૪૮ કલાક ભારે, તંત્ર એલર્ટ મોડ પર.

North India Weather Alert: માર્ચના અંતમાં શિયાળા જેવો માહોલ; રોહતાંગમાં 20 સેમી સુધી બરફ પડ્યો, પંજાબ-હરિયાણામાં કરા પડતા ખેડૂતો ચિંતિત, આગામી અઠવાડિયે પણ રાહત નહીં.

North India Weather Alert Snowfall in Mountains Rain in Plains Jammu-Kashmir Highways Closed and Yellow Alert in Himachal Pradesh as Temperatures Dip.

North India Weather Alert Snowfall in Mountains Rain in Plains Jammu-Kashmir Highways Closed and Yellow Alert in Himachal Pradesh as Temperatures Dip.

News Continuous Bureau | Mumbai

 ઉત્તર ઈરાન અને કેસ્પિયન સાગર પર સક્રિય થયેલા શક્તિશાળી પશ્ચિમી વિક્ષોભને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતના હવામાનમાં મોટો પલટો આવ્યો છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે, જ્યારે પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિતના મેદાની રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, ૩૦ માર્ચના રોજ ભારે વરસાદ અને ઓલાવૃષ્ટિ (કરા) પડવાની શક્યતા છે.

Join Our WhatsApp Community

હિમાચલ પ્રદેશ: રોહતાંગમાં બરફની ચાદર

હિમાચલના રોહતાંગ પાસમાં ૨૦ સેમી, શિંકુલામાં ૧૫ સેમી અને બારાલાચામાં ૨૦ સેમી સુધી હિમવર્ષા થઈ છે. ભારે હિમપાતને કારણે મનાલીથી અટલ ટનલ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો છે. શિમલા, કુલ્લુ અને મંડીમાં સોમવાર માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યમ અને નીચલા વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડીમાં અચાનક વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો : CENTCOM IDF Secret Meeting Iran: ઈઝરાયેલનો ‘ઓપરેશન ઈરાન’ પ્લાન તૈયાર! અમેરિકી જનરલ સાથેની મુલાકાત બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા, જાણો શું છે રણનીતિ.

કાશ્મીરમાં હાઈવે બંધ અને ભૂસ્ખલનનો ભય

જમ્મુ-કાશ્મીરમાં પહાડો પર બરફ પડવાને કારણે શ્રીનગર-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ અને બાંદીપોરા-ગરેજ માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે ૩૧ માર્ચ સુધી હળવા વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. આ સાથે જ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં હિમપ્રપાત (Avalanche) અને ભૂસ્ખલન (Landslide) ની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ખેડૂતોની ચિંતામાં વધારો

પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં કરા સાથેના વરસાદે ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે. ખેતરોમાં ઉભેલા ઘઉંના પાકને પવન અને વરસાદને કારણે ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજસ્થાનમાં પણ અનેક જગ્યાએ ધૂળની ડમરીઓ અને ઓલાવૃષ્ટિનું એલર્ટ આપવામાં આવ્યું છે.૨ એપ્રિલના રોજ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં પણ હવામાન આવું જ રહેશે.ઉત્તરાખંડ: ૩૦ માર્ચે કરા પડવાની ચેતવણી.દિલ્હી-NCR: ૩૦-૩૧ માર્ચ દરમિયાન ૩૦-૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને હળવો વરસાદ પડશે.પૂર્વોત્તર ભારત: આસામ અને મેઘાલયમાં ૧ એપ્રિલ સુધી ભારે વરસાદની શક્યતા.

 

Guar Seed Market India:યુદ્ધ અને અલ-નિનોની આગાહીએ ગુવાર કોમ્પ્લેક્સમાં તેજીનો માહોલ સર્જ્યો
LeT Terrorist Arrested:આતંકી મોડ્યુલનો પર્દાફાશ! શબ્બીર અહમદની ધરપકડથી લશ્કર-એ-તૈયબાને મોટો ફટકો.
IndiGo Flight Operations:ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં ૧૦% નો કાપ! DGCA ના નવા શેડ્યૂલથી એર ટ્રાવેલ પર થશે મોટી અસર..
LPG Tanker: ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે ભારતની મોટી જીત! હોર્મુઝની નાકાબંધી તોડી ૨ LPG જહાજો સુરક્ષિત બહાર, આજે મુન્દ્રા પોર્ટ પર થશે લેન્ડિંગ..
Exit mobile version